Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીના સખીમંડળો દ્વારા આશરે ઍક લાખ માસ્ક બનાવ્યા

  • May 05, 2020 

Tapi mitra News-નારી તુ નારાયણીઆ પંક્તિને નવસારી જિલ્લાની સખીમંડળની બહેનોઍ આત્મસાત કરી છે. જ્યારે કોઈ આફત કે પડકાર આવે ત્યારે ગભરાઈ કે શરણાગત થઈ જવાને બદલે નારી શકિતઍ આફત સામે મુકાબલો કરવાપ્રેરણા અને માર્ગદર્શન આપી કપરામાં કપરી પરિસ્થિતિ પર પણ ચોક્કસ વિજય મેળવી શકાય છે. તે વાતને નવસારી જિલ્લાની સખીમડળની બહેનોઍ સાર્થક કરી છે. દેશ હાલ આવા જ સાંપ્રત પડકારનો સામનો કરી રહયો છે. કોરોના મહામારીને ડામવા સરકાર દ્વારા અનેક મોરચે અસરકારક લડત ચાલુ છે. જેમાં નવસારીની સખીમંડળની બહેનો પણ પોતાનું  યોગદાન આપી રાષ્ટ્ર સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી પોતાનું સામાજીક દાયિત્વ નિભાવી રહી છે. વિશ્વ આજે કોરોનાવાયરસના ભરડામાં આવેલ છે ત્યારે ભારત સરકાર તેમજ રાજય સરકારશ્રી દ્વારા આ મહામારીના સમયમાં લોકોને આ ગંભીર બીમારી લાગુ ના પડે કે ફેલાય નહીં તે માટે ગહન પ્રયત્નો કરવામાં આવી રહયાં છે. જેમાં લોકો આ મહામારીની પરિસ્થિતિ દરમિયાન અનાવશ્યક ઘરની બહાર ના નીકળે અને જો કોઈ પરિસ્થિતિમાં બહાર નીકળવાનું થાય તો મોઢા પર માસ્ક પહેરીને જ નીકળવાનું જણાવવામાં આવે છે. ત્યારે માસ્ક બધાને સરળતાથી અને વ્યાજબી ભાવે મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાની સ્વસહાય જુથની બહેનોઍ આ માસ્ક બનાવવાનું બીડું ઝડપ્યું છે.નવસારી જિલ્લામાં અત્યારે કુલ ૨૮ જેટલા સ્વ સહાય જૂથોનીબહેનોઆ માસ્ક બનાવવાની કામગીરીમાં જોડાયેલ છે. જેઓ અવિરત માસ્ક બનાવી રહયાં છે અને આ મહામારીના સમયમા રોજગારીની સાથે સાથે દેશ સેવાના કામમા પોતાનું યોગદાન આપી રહયાં છે. કોરોના મહામારીમા જ્યારે માસ્કની જરૂરિયાત ઊભી થઈ ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહિલાઓને માસ્ક બનાવી આપવા માટેનું પ્રોત્સાહન આપવામા આવી રહ્નાં છે. જેના કારણે આ સ્વ સહાયની મહિલાઓ દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત ઍક લાખ જેટલા માસ્કનુ ઉત્પાદન કરી નવસારીજિલ્લા સિવાય મુંબઇ, સુરત સહિત અન્ય શહેરોમાં માસ્ક પૂરા પાડવામાં આવ્યા છે.  આ સ્વ સહાય જૂથો દ્વારા કોટન, ખાદીના માસ્ક બનાવવામા આવે છે અને રૂ. ૭ થી ૧૦ ના તદ્દન નજીવા દરે આ માસ્કનું વેચાણ કરવામાં આવે છે. અત્યારે હાલમા જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ તેમજ સામાજીક સ્વૈચ્છિક સંસ્થાઓના  માસ્ક બનાવવાના ઓાર્ડર મળી રહયાં છે.આમ, આ મહિલાઓને રોજગારી મળી શકે અને ગુણવત્તાસભર માસ્ક વ્યાજબી ભાવે લોકોને મળી શકે તે ઉમદા હેતુસર સરકારશ્રી તરફથી પણ પ્રયત્નો કરવામા આવી રહયાં છે. (આલેખન-રાજકુમાર જેઠવા,સહાયક માહીતી નિયામક,નવસારી)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application