Tapi mitra News-કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૦૫/૦૫/૨૦૨૦ના રોજ ૫૬ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૨૨, જલાલપોર-૧૭, ગણદેવી- ૧૭ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૧૪૭૫ સેમ્પલ પૈકી ૧૪૦૬ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૬૨ સેમ્પલના રીઝલ્ટ બાકી છે. જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ચોથા રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૪,૩૩,૭૬૧ વસ્તીને આવરી લેવામાં આવી છે.
નવસારી જિલ્લામાં કુલ-૦૭ કેસ પૈકી છેલ્લા ત્રણ દિવસમાં ૦૩ દર્દીઓને રજા આપવામાં આવી છે. આજરોજ આંતલીયાના પ્રિયંકાબેન પટેલને સોશ્યિલ ડીસ્ટન્સીંગ રાખીને તેમને શુભેચ્છા સાથે વિદાય આપતા દરેક આરોગ્ય કર્મીઓ અને દર્દીઓના ચહેરા પર ખુશીઓ છવાઈ ગઈ હતી. પ્રિયંકા પટેલે હોસ્પિટલ અને મેડીકલ સ્ટાફનો આભાર માનતા કહયુંં હતું કે, કોરોનાની સારવાર દરમિયાન કોવિડ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધા સાથે મારી સારવાર કરવામાં આવી છે. કોવીડ-૧૯ હોસ્પિટલના દરેક મેડીકલ સ્ટાફનો સંપૂર્ણ સહકાર મળ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલ, યશફીન હોસ્પિટલ અને ઉદિત હોસ્પિટલ વાંસદાને માન્ય રાખવામાં આવી છે. ત્રણ હોસ્પિટલ મળીને કુલ-૩૦૦ આઇસોલેશન બેડ તથા ૩૦ આઇ.સી.યુ.બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં આજદિન સુધીમાં કુલ-૦૬ પોઝીટીવ કેસ નોîધાયાના અહેવાલ જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application