Tapi mitra News-કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લા પોલીસ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર તા.૩ જી મે ના રોજ પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કલમ ૧૮૮ આઇપીસી કલમ ૧૩૫ ગુજરાત પોલીસ ઍકટ ૧૯૫૧ હેઠળ ૧૬૫ સામે ઍફ.આઇ.આર. કરવામાં આવી છે તેમજ ૧૬૭ ની અટક કરવામાં આવી છે. તેમજ ધ ઍપીડેમીક ડીસીઝ ઍકટ ૨૦૦૫ હેઠળ ૧૦ વ્યકિતઓની અટક કરવામાં આવી છે. જિલ્લામાં ૯૮ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા તા. ૦૩ મે સુધીમાં કુલ ૭૬૦૩ ઍફઆઇઆર કરવામાં આવી છે. તેમજ કુલ ૮૩૭૩ વ્યકિતઓની અટકાયત કરવામાં આવી છે. શહેરીજનોને લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application