Tapi mitra News-કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૩૦/૦૪/૨૦૨૦ના રોજ ૧૦૭ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૧૫, જલાલપોર- ૨૧, ગણદેવી- ૨૧, ચીખલી- ૩૪, ખેરગામ-૦૪ વાંસદા-૦૭ તેમજ અન્ય જિલ્લાના વલસાડ-૦૪, સુરત-૦૧ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૧૦૩૮ સેમ્પલ પૈકી ૮૭૭ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૧૫૪ સેમ્પલના રીઝલ્ટ બાકી છે.
જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧૩,૭૭,૧૪૪ વસ્તીને આવરી લેવામાં આવી છે. જિલ્લામાં કુલ-૦૩ કોવિડ-૧૯ હોસ્પિટલ છે. કુલ-૦૭ પોઝીટીવ કેસ છે. જેમાં આંતલીયા, અંબાડા અને હાંસાપોરમાં નોîધાયેલ દર્દીઅોના પાંચ દિવસ બાદ બીજીવાર સેમ્પલ લેવામાં આવેલ જે નેગેટીવ રિપોર્ટ આવતાં ત્યારબાદ ૨૪ કલાકની અંદર ત્રીજવાર સેમ્પલ લેવામાં આવ્યા હતાં. તેમાં આંતલીયાના દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જયારે હાંસાપોરના દર્દીનો રિપોર્ટ પેન્ડીંગ છે. અંબાડાના દર્દી ડો.નેહલ પટેલનો રિપોર્ટ નેગેટીવ આવેલ છે. જેને આજરોજ ડિસ્ચાર્જ કરેલ છે. ડો.નેહલ પટેલે કોવિડ હોસ્પિટલના ડોકટર તથા સ્ટાફનો આભાર માન્યો હતો અને કહયું હતું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. જેમાં સિવિલ હોસ્પિટલ, યશફીન હોસ્પિટલ અને ઉદિત હોસ્પિટલ વાંસદાને માન્ય રાખવામાં આવી છે. ત્રણ હોસ્પિટલ મળીને કુલ-૩૦૦ આઇસોલેશન બેડ તથા ૩૦ આઇ.સી.યુ.બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં આજદિન સુધીમાં કુલ-૦૬ પોઝીટીવ કેસ નોîધાયાના અહેવાલ જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500