Tapi mitra News-કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૨૮/૦૪/૨૦૨૦ના રોજ ૨૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૦૬, જલાલપોર- ૦૫, ગણદેવી- ૦૪, ચીખલી- ૦૫, સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૮૬૪ સેમ્પલ પૈકી ૮૦૩ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૫૭ સેમ્પલના રીઝલ્ટ બાકી છે. આજે જિલ્લામાં ઍક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.
જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧૩,૩૪,૭૫૦ વસ્તીને આવરી લેવામાં આવી છે. સામાન્ય લક્ષણોવાળા ૧૧૨૨ વ્યકિતઅોને સ્થળ પર સારવાર આપવામાં આવી છે. હાલમાં માછીમારો તેમજ અન્ય રાજય/જિલ્લામાંથી આવેલા ૧૧૬૯૭ વ્યકિતઅોની આરોગ્યની તપાસણી કરવામાં આવી છે. હાલ કવોરેન્ટાઇન હેઠળ ૧૯૪૬ જેટલા વ્યકિતઅોને રાખવામાં આવ્યાં છે. ૯૭૫૧ વ્યકિતઓઍ કવોરેન્ટાઇન પુર્ણ કરેલ છે. અત્યાર સુધીમાં ૩૧૭૧૩ જેટલા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યકિતઓની તપાસ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ-૦૩ કોવિડ-૧૯ હોસ્પિટલ છે. જેમાં સિવિલ હોસ્પિટલ, યશફીન હોસ્પિટલ અને ઉદિત હોસ્પિટલ વાંસદાને માન્ય રાખવામાં આવી છે. ત્રણ હોસ્પિટલ મળીને કુલ-૩૦૦ આઇસોલેશન બેડ તથા ૩૦ આઇ.સી.યુ.બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં આજદિન સુધીમાં કુલ-૦૪ પોઝીટીવ કેસ નોધાયાના અહેવાલ જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application