Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં લીટર દીઠ ૨ થી ૪ રૂપિયા ઘટવાની શક્યતા:આજે કેબિનેટની બેઠક

  • May 23, 2018 

નવી દિલ્હી:પેટ્રાલની વધતી કિંમત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે વિક્ષેપ કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.સૂત્રોને મળતી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા જતા પેટ્રાલના ભાવને લઇને ચિંતા વ્યક્ત કરતાં તમામ સિનીયર પ્રધાનોની બેઠક બોલાવી છે.આજે પેટ્રાલ-ડીઝલના ભાવમાં લીટર દિઠ ૨ થી ૪ રૂપિયાની રાહત મળવાની સંભાવના છે.પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલો ભાવોના કારણે આમ જનતામાં સરકારની કામગીરી પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. કેન્દ્રની કેબિનટે બેઠક બાદ આ હાઇ લેવલની મીટીગ યોજાય તેવી શક્યતા છે.સૂત્રોને મળતી જાણકારી મુજબ આજરોજ સરકાર પેટ્રાલની કિંમતમાં ઘટાડાને લઇને કોઇ નવી ફોમ્ર્યુલા લાવી શકે છે.ઉલ્લેખનીય છે કે જ્યાં સરકાર પોતાના ૪ વર્ષ પુરા થવાને લઇને દેશભરમાં જ્યારે ઉજવણી કરવા જઇ રહી છે ત્યારે જ પેટ્રાલ-ડીઝલની કિંમતના વધારો સરકારની ઉજવણીમાં ખલેલ પાડી શકે છે.સરકારે કિંમત ઘટાડાવાને લઇ તમામ વિકલ્પો પર વિચાર કરી રહી છે.જો કે સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આ તમામ મુદ્દાઓ પર વિચાર કર્યા બાદ પણ એકસાઇઝ અને વેટમાં ઘટાડાના વિકલ્પને અમલમાં મુકવાની શક્યતાઓ જોવા મળી રહી છે.ભાજપ પોતાના શાસિત રાજ્યોમાં વેટમાં ઘટાડા અંગે આદેશ આપી શકે છે.ઉલ્લેખનીય છે ગઇકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ વાતનું આશ્વાસન આપ્યું છે સરકાર આ મામલાને ગંભીરતાથી લઇ રહી છે.અમિત શાહે જણાવ્યું હતું કે પેટ્રાલિયમ પ્રધાન તેલ કંપનીઆના અધિકારીઓ સાથે બેઠક કરવાના છે,જો કે ગઇકાલે યોજાનારી બેઠક મુલતવી રહી હતી જે આજરોજ યોજાવાની શક્યતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application