Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમા 25 મી.મી. વરસાદ નોંધાયો

  • July 20, 2022 

ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગ જિલ્લામા ગત સપ્તાહે થયેલા ભારે વરસાદ બાદ આ અઠવાડિયે વરસાદે તેની ગતિ ધીમી પાડી હોય તેમ, છેલ્લા ચોવીસ કલાકમા અંહી માત્ર ૨૫ મી.મી. જ વરસાદ નોંધાયો છે.




જિલ્લા ફલડ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આજે સવારે ૬:૦૦ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન આહવા ખાતે ૨૨ મી.મી. (મોસમનો કુલ ૧૭૦૪ મી.મી.) વરસાદ નોંધાયો છે. જે સુબિર ખાતે ૨૮ મી.મી. (કુલ. ૧૭૩૦ મી.મી.), વઘઈ ખાતે ૩૮ મી.મી. (કુલ ૧૫૯૭ મી.મી.) અને સાપુતારા પંથકનો ૨૨ મી.મી. વરસાદ નોંધાતા અંહી મોસમનો કુલ વરસાદ ૧૪૭૯ મી.મી. નોંધાયો છે.




ગત સપ્તાહે વરસાદને પગલે જિલ્લાનાં અસંખ્ય કોઝ-વે, નિચાણવાળા માર્ગો અને પૂલો ઉપર વરસાદી પાણી ફરી વળતા, તે વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. પરંતુ હવે અંહી વરસાદનુ જોર ઘટતા અને મોટાભાગની નદીઓમાંથી પુરનુ પાણી ઓસરતા, સવારના આઠ વાગ્યાની સ્થિતિએ ડાંગના માત્ર ચાર માર્ગો જ વાહન વ્યવહાર માટે બંધ રહેવા પામ્યા છે. જેનાથી પાંચ ગામો પ્રભાવિત રહ્યા છે. આ ગામોના લોકોને વાહન વ્યવહાર માટે તંત્રે સૂચવેલ વૈક્લ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામા આવી છે.





જે માર્ગો આજની તારીખે બંધ છે તેમા વઘઈ તાલુકાના (૧) પાતળી–ગોદડીયા રોડ કોઝ વે ના એપ્રોચનુ ધોવાણ થવાને કારણે બંધ રહ્યો છે. જ્યારે (૨) નાનાપાડા–કુમારબંધ–બોરદહાડ રોડ કોઝ-વે ઓવરટોપિંગ થવાથી બંધ છે. તો (૩) પાતળ ફાટક થી ઘોડી રોડ, અને (૪) માછળી–દિવડ્યાવન રોડ કોઝ વે ઓવરટોપિંગ થવા સાથે તેનુ ધોવાણ થવાથી વાહન વ્યવહાર માટે બંધ રહેવા પામ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application