Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા કિનારે લાગનારી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નક્કી કરાયેલા સમય કરતાં છ મહિના પહેલાં તૈયાર થઇ જશે.

  • January 09, 2018 

નોઇડા: ગુજરાતમાં લાગનારી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નક્કી કરાયેલા સમય કરતાં છ મહિના પહેલાં તૈયાર થઇ જશે.ચીનમાં આ પ્રતિમાનું કાસ્ટિંગ ચાલી રહ્યું છે અને અડધા કરતાં વધુ કામ પૂરું થઇ ચૂક્યું છે.તેને જહાજ દ્વારા ચીનમાંથી ગુજરાત લાવવામાં આવશે.નર્મદા કિનારે લાગનારી ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પગ અને અન્ય ભાગનું કાસ્ટિંગ ઘણા મહિના પહેલાં પૂર્ણ થઇ ચૂક્યું છે.હવે માથું અને ઉપરના ભાગનું કાસ્ટિંગ પણ થઇ ગયું છે.પ્રતિમાના ડિઝાઇનર અને વિખ્યાત શિલ્પકાર રામ વી. સુથાર આવતા અઠવાડિયે તેના નિરીક્ષણ માટે ચીન જશે, તેમની લીલી ઝંડી બાદ તેને ફાઇનલ કરી દેવાશે. શક્યતાઓ છે કે જુલાઇ-ઓગસ્ટ સુધી પ્રતિમાનું કાસ્ટિંગનું કામ પૂર્ણ થઇ જશે. હજુ આ વર્ષના અંત સુધી કાસ્ટિંગનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે. સરદાર પટેલના જીવનદર્શનની ઝલક મળશે,સરદાર વલ્લભભાઇ પટેલનું ભવ્ય સ્મારક તેમના જીવનને સમજવાનો મોકો આપશે.નર્મદાના કિનારે કે જ્યાં પ્રતિમા સ્થાપિત થનાર છે ત્યાં મેમોરિયલ,મ્યુઝિયમ અને રિસર્ચ સેન્ટર પણ હશે, તેમાં દેશને એક સૂત્રમાં પરોવનાર સરદાર વલ્લભભાઇ પટેલની ભૂમિકા અને યોગદાનની વિસ્તારથી માહિતી મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application