Tapi mitra News-કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૨૭/૦૪/૨૦૨૦ના રોજ ૪૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૦૮, જલાલપોર- ૦૮, ગણદેવી- ૧૦, ચીખલી- ૦૩, ખેરગામ- ૦૬, વાંસદા- ૦૯ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૮૪૪ સેમ્પલ પૈકી ૭૮૩ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૫૭ સેમ્પલના રીઝલ્ટ બાકી છે. આજે જિલ્લામાં ઍક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧૩,૧૪,૧૧૬ વસ્તીને આવરી લેવામાં આવી છે.જિલ્લામાં કુલ-૦૩ કોવિડ-૧૯ હોસ્પિટલ છે. જેમાં સિવિલ હોસ્પિટલ, યશફીન હોસ્પિટલ અને ઉદિત હોસ્પિટલ વાંસદાને માન્ય રાખવામાં આવી છે. ત્રણ હોસ્પિટલ મળીને કુલ-૩૦૦ આઇસોલેશન બેડ તથા ૩૦ આઇ.સી.યુ.બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં આજદિન સુધીમાં કુલ-૦૪ પોઝીટીવ કેસ નોધાયાના અહેવાલ જિલ્લા પંચાયત,આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
high light-નવસારી જિલ્લામાં આજદિન સુધીમાં કુલ-૦૪ પોઝીટીવ કેસ નોધાયા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500