Tapi mitra News-કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર તા.૨૫ મી ઍપ્રિલના રોજ પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કલમ ૧૮૮ આઇપીસી કલમ ૧૩૫ ગુજરાત પોલીસ ઍકટ ૧૯૫૧ હેઠળ ૨૦૨ સામે ઍફ.આઇ.આર. કરવામાં આવી છે તેમજ ૨૧૫ ની અટક કરવામાં આવી છે. ૧૯૪ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા તા. ૨૫ એપ્રિલ સુધીમાં કુલ ૬,૦૮૬ એફઆઇઆર કરવામાં આવી છે. તેમજ કુલ ૬,૬૮૬ વ્યકિતઓની અટકાયત કરવામાં આવી છે. શહેરીજનોને લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ નવસારી જિલ્લા પોલિસ દ્વારા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application