Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉન દરમિયાન કૃષિ વિજ્ઞાન કેંદ્ર,વઘઈ દ્વારા ખેડૂતો માટે ટેલી કોન્ફરન્સીંગ સેવાના માધ્યમથી ત્રણ ઓફ કેમ્પસ તાલીમ યોજાઇ.

  • April 26, 2020 

Tapi mitra News-ડાંગ જીલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઇ તાલુકામાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે ખેડૂતોના ખેતી, બાગાયત અને પશુપાલન લક્ષી પ્રશ્નોનાં નિવારણ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ અને રીલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી તારીખ ૨૨/૦૪/૨૦૨૦ થી ૨૫/૦૪/૨૦૨૦ સુધી ટેલી કોન્ફરન્સીંગ સેવાના માધ્યમથી સતત ચાર દિવસ સુધી ખેડૂતો માટે ઓફ કેમ્પસ તાલીમ ગોઠવવામાં આવી હતી. આ તાલીમની શરૂઆતમાં રીલાયન્સ ફાઉંડેશનમાથી શ્રી રેનીશભાઈ ભરૂચવાલા દ્વારા આ ઓફ કેમ્પસ ટેલી કોન્ફરન્સીંગ તાલીમની પ્રારંભિક માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા એવા ડો. જી.જી.ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરીને આ તાલીમ શરૂ કરવામાં આવી હતી. આ ચાર દિવસ દરમિયાન શ્રી હર્ષદ એ. પ્રજાપતિ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા વેલાવાળા શાકભાજીની વૈજ્ઞાનિક ખેતીની વિસ્તૃત માહિતી, શ્રી જીજ્ઞેશ ડોબરીયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા સજીવ ખેતી માટે ઉપયોગી કૃષિ વિસ્તરણ સાધનો અને તકનીકો તેમજ પાક વીમા યોજના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી બીપીન વહૂનીયા, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા વેલાવાળા શાકભાજી તેમજ અન્ય શાકભાજીમાં આવતા રોગ અને જીવાતનું જૈવિક વ્યવસ્થાપન મુદ્દા ઉપર બહોળી માહિતી આપવામાં આવી હતી.આ ટેલી કોન્ફરન્સીંગ ના અંતમાં ખેડૂતો દ્વારા વિવિધ વિષય સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેના વૈજ્ઞાનિક મિત્રોએ સંતોષકારક જવાબ આપ્યા હતા. આ ટેલી કોન્ફરન્સીંગ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોનાં નિવારણ માટે ડો. પ્રતિક જાવિયા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) અને ડો. સાગર પટેલ, વૈજ્ઞાનિક (પશુવિજ્ઞાન) પણ જોડાયેલ રહ્યા હતા. આ ટેલી કોન્ફરસીંગ દ્વારા યોજાયેલ ઓફ કેમ્પસ તાલીમમાં ડાંગ જીલ્લાના અલગ અલગ ગામમાથી ૧૩૧ ખેડૂતોએ ભાગ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application