Tapi mitra News-હાલમાં કોરોનો વૈશ્વિક મહામારીના એક પછી એક જિલ્લાઓ ભોગ બની રહયાં છે. તેમાં નવસારી જિલ્લાનો પણ સમાવેશ થઇ ગયો છે. નવસારી તાલુકાના નશીલપોર ખાતેના એક કોરોના પોઝીટીવ ઇશ્વરભાઇ ભુલાભાઇ પટેલનો સમાવેશ થયો છે. તા.૨૪/૦૪/૨૦૨૦ ના રોજ ઇશ્વરભાઇ પટેલનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં કોરોનો પોઝીટીવ રિપોર્ટ આવતાં તેઓને આજરોજ સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.જે અન્વયે નવસારી તાલુકાના નશીલપોર ગામના આ વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા મેજીસ્ટ્રટશ્રી આર્દ્રા અગ્રવાલને મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરીને નશીલપોર તા.નવસારી(ગ્રામ્ય)ના સડક ફળીયું પૈકી, ઉત્તરે બ્લોક નં ૪૨૮ ઇબ્રાહીમ ફકીર તેલાડીયાનું ખેતર, દક્ષિણે નવસારીથી બારડોલી રોડ સુધી, પૂર્વે યુનુસભાઇ લાકડાવાળાના ઘરથી શરૂ, પશ્ચિમે વિનોદભાઇ ભુલાભાઇના ઘર સુધીની હદ સુધીનો ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર-જવર પર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. કવોરન્ટાઇન એરિયા તરીકે જાહેર કરવામાં આવેલા વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે.
આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા.૦૮/૦૫/૨૦૨૦(બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય દંડસંહિતાની કલમ ૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application