Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં કોરોના પોઝેટીવ કેસ જાહેર થતા ડાંગ કલેકટરશ્રી દ્વારા લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકાયો.

  • April 24, 2020 

Tapi mitra News-સમગ્ર ગુજરાત રાજયમાં તેમજ ભારતમાં નોવેલ કોરોના વાઇરસ C O V ID -19 ફેલાયેલ છે જેને  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ બાબતે ભારત સરકારશ્રી તેમજ ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાઇરસ C O V ID-19 ને ફેલાતો અટકાવવા વિવિઘ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે. રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૩-૦૩-૨૦૨૦ ના આમુખ (૩) ના જાહેરનામાથી T H E G U J A R A T E P ID E M IC D IS E A S E S, C O V ID 19 R E G U L A T IO N S 2020  જાહેર કરેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આમુખ (૭) ના હુકમથી સમગ્ર દેશમાં તા.૦૩-૦૫-૨૦૨૦ સુઘી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી લોકડાઉન લંબાવવા જરૂરી સુચના આપેલ છે. આમુખ (૬) થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત સરકારશ્રી દ્વારા મહામારીની વર્તમાન પરિસ્થિતીનો સામનો કરવા તથા તેના સંક્રમણને નિયંત્રણમાં લેવા હેતુ જિલ્લા કક્ષાએ આયોજન, સંકલન, તથા નિયંત્રણમાં લેવા જાહેર હિતમાં લેવાના તમામ પગલાઓ લેવા જિલ્લા કલેકટરશ્રીને જરૂરી સત્તાઓ આપવામાં આવેલ છે. સમગ્ર ગુજરાત રાજય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં C O V ID 19 ના કેસો તપાસ દરમ્યાન બહાર આવી રહેલ છે. તેની અસરોને નિયંત્રિત કરવા માટે તા.૧૫-૦૪-૨૦૨૦ થી       તા.૦૩-૦૫-૨૦૨૦ સુઘી કેન્દ્ર સરકાર દ્વારા આમુખ (૭) ના હુકમથી લોકડાઉનનો સમયગાળો વઘારવા નિર્ણય કરવામાં આવેલ છે જેના અનુસંઘાને આમુખ (૮) થી ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જરૂરી જાહેરનામું પ્રસિઘ્ઘ કરવામાં આવેલ છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના લહાન ઝાડદર ગામમાં C O V ID-19 નો ૧ (એક) પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ છે. આ વાઇરસના ઝડપી સંક્રમણને ઘ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે  લોકોની અવર જવર પર પ્રતિબંઘ ફરમાવવાની જરૂરિયાત જણાય છે.જિલ્લા  મેજિસ્ટ્રેટ, ડાંગ-આહવા શ્રી  એન.કે.ડામોર, (આઇ.એ.એસ) ઘી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫  ની કલમ–૨૬(ર) તેમજ ઘી એપેડેમિક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ-૨ તેમજ ઘી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ ની કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ નીચે દર્શાવેલ કૃત્ય ઉપર પ્રતિબંઘ ફરમાવવામાં આવ્યો છે. high light-નીચે જણાવેલ વિસ્તારને COVID-19 C o n ta in m e n t A re a તરીકે જાહેર કરવામાં આવે છે. C O V ID - 19 નો ૧ (એક) પોઝીટીવ કેસ મળી આવેલ સુબીર તાલુકાના લહાન ઝાડદર ગામ સહિત ૩ (ત્રણ) કિ.મી. ત્રિજયામાં સમાવિષ્ટ મોટી ઝાડદર અને પાંઢરપાડા ગામોના સમગ્ર વિસ્તારને C O V ID-19 C o n ta in m e n t A re a તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર જવર ઉપર પ્રતિબંઘ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમેના ઘરે પુરી પાડવામાં આવશે. high light-ઉકત વિસ્તાર માટે નીચે મુજબની અમલવારી કરવાની રહેશે. આ વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઇડલાઇન  (S O P)  મુજબ આરોગ્ય ટીમ દ્વારા ૧૦૦ % થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગે નકકી કરેલ પ્રોટોકલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સેમ્પલીંગની કાર્યવાહી કરવાની રહેશે.આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ સિવાયના તમામ રસ્તા યોગ્ય બેરીકેટીંગ કરીને સંપુર્ણ બંઘ કરવાના રહેશે અને આખા વિસ્તારને સીલબંઘ કરી દેવાનો રહેશે. જેથી એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ સિવાયના અન્ય કોઇ પણ રસ્તેથી કોઇ પણ વ્યકિત કે વાહન પ્રવેશી ન શકે કે બહાર ન જઇ શકે. આરોગ્ય ટીમે તમામ વ્યકિત તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે. આ વિસ્તારમાં બહારની કોઇ પણ વ્યક્તિ અંદર જઇ શકશે નહીં તથા આ વિસ્તારના રહેવાસી વ્યક્તિ બહાર જઇ શકશે નહીં. આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ ઉપર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજ વસ્તુઓને જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને ૨૪×૭ રાઉન્ડ ઘી કલોક ત્યાંથી તમામ બાબતોનું નિયમન કરવાનું રહેશે. તમામ આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે, દુઘ, શાકભાજી, કરિયાણું, ખાદ્ય પદાર્થો તેમજ દવાઓ વિગેરેનો પુરવઠો બહારથી જયારે આ વિસ્તારમાં પહોંચાડવાનો હોય ત્યારે E N T R Y   P O IN T (પ્રવેશ) પર અનલોડીંગ કરીને માત્ર હોમ ડીલીવરી વ્યવસ્થા મારફતે જ વિતરણ કરી શકશે. હોમ ડીલીવરી કરનાર વ્યક્તિએ સક્ષમ સત્તાઘિકારીશ્રી પાસેથી લેખિત પરવાનગી (પાસ/પરમીટ) મેળવી લેવાની રહેશે.આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સબંઘિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન જાવનની પ્રવૃતિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે. ભારત સરકારશ્રીનાં Containment Area પ્લાનની ગાઇડલાઇનની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.ભારત સરકારશ્રીનાં ગૃહ મંત્રાલયના તા.૧પ/૦૪/ર૦ર૦ ના આદેશથી આપવામાં આવેલી છુટછાટ અન્વયે અત્રેની કચેરીએથી પ્રસિધ્ધ કરેલા જાહેરનામા ક્રમાંકઃફજદ/વશી-રર૬૮ થી રર૯૩/ર૦ર૦ તા.ર૦/૦૪/ર૦ર૦ ની જોગવાઇઓ આ વિસ્તારને લાગુ પડશે નહીં. high light-નીચે જણાવેલ વિસ્તારને C O V ID -19 બફર ઝોન (B U F F E R Z O N E ) એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે. સુબીર તાલુકામાં લહાન ઝાડદર ગામની ૭ (સાત) કિ.મી. ની ત્રિજયામાં આવતાં શેપુઆંબા, શિવબારા, હનવંતપાડા, કરંજપાડા, ભોંડવિહિર, પીપલદહાડ, જુન્નેર, ચમારપાડા, જોગથવા, ખેરીન્દ્રા અને કીરલી ગામોને બફર ઝોન (B U F F E R Z O N E) તરીકે જાહેર કરવામાં આવે છે. ઉપર્યુકત ગામોમાં આવશ્યક સેવાઓના પુરવઠા સબંઘિત અવર જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૮-૦૦ કલાકથી ૧૧-૦૦ કલાક સુઘી મુકિત આપવામાં આવે છે. જેમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન દ્વિચક્રિય વાહન પર ૧ (એક) વ્યક્તિથી વઘુ અને ત્રણ/ચાર ચક્રિય વાહનમાં બે વ્યક્તિ (ડ્રાઇવરસહિત) થી વઘુ પ્રવાસ કરી શકશે નહીં. ઉપર જણાવેલ વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ રહેશે. high light-અમલવારીનો સમય..... આ હુકમની અમલવારી તા.ર૩/૦૪/ર૦ર૦ નાં ૦૦-૦૦ કલાકથી તા.૨૦/૦પ/ર૦ર૦ નાં ર૪-૦૦ કલાક સુધી (બંને દિવસો સહિત) કરવાની રહેશે. high light-અપવાદ........ આ હુકમ સરકારી ફરજ-કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમ નં.૪૦-૩/ર૦ર૦-DM-I(A) તા.ર૪/૦૩/ર૦ર૦, તા.રપ/૦૩/ર૦ર૦, તા.ર૭/૦૩/ર૦ર૦, તા.ર૯/૦૩/ર૦ર૦, તા.૦ર/૦૪/ર૦ર૦,તા.૦૩/૦૪/ર૦ર૦, તા.૦૬/૦૪/ર૦ર૦,  તા.૧૦/૦૪/ર૦ર૦ ના હુકમથી જાહેર કરેલ તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતો-વખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારીશ્રી દ્વારા પાસ ઇશ્યુ કરવામાં આવેલ છે તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં. high light-સજા.......... આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામું સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેમજ સ્મશાનયાત્રાને લાગુ પડશે નહી. આ હુકમ અન્‍વયે ડાંગ જિલ્‍લામાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેકટર તથા પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને તથા આરોગ્ય વિભાગના અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ ફરીયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.  આ જાહેરનામું આજ તા.૨૩/૦૪/ર૦૨૦ ના રોજ  ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.કે.ડામોર દ્વારા પ્રસિધ્ધ કરાયું છે. high light-સુબીર તાલુકાના લહાન ઝાડદર ગામની ૭ કિ.મી.ની ત્રિજ્યામાં આવતા ગામોને બફરઝોન તરીકે જાહેર કરાયા..  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application