Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી તાલુકાના અંબાડા ગામમાં ઍક કોરોનો પોઝીટીવ કેસ નોધાતા તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ

  • April 23, 2020 

Tapi mitra News-હાલમાં કોરોનો વૈશ્વિક મહામારીના ઍક પછી ઍક જિલ્લાઓ ભોગ બની રહયાં છે. તેમાં નવસારી જિલ્લાનો પણ સમાવેશ થઇ ગયો છે. નવસારી તાલુકાના અંબાડા, સી.ઍચ.સી.બિલ્ડીંગ, અંબાડા ખાતેના ઍક કોરોનો પોઝીટીવ ડા÷.નેહલબેન વ્રજલાલ સાકરીયાનો સમાવેશ થયો છે. તેઓકિરણ હોસ્પિટલ સુરત ખાતે ફરજ બજાવે છે. ઍમના અન્ય જિલ્લાના સ્ટાફનર્સ કિરણ હોસ્પિટલનો કોરોનો પોઝીટીવ આવતાં અને તેની જાણ થતાં સી.ઍચ.સી.અંબાડા દ્વારા તા.૧૯/૦૪/૨૦૨૦ ના રોજ ડા÷.નેહલબેન સાકરીયાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં કોરોનો પોઝીટીવ રિપોર્ટ આવતાં તેઓને તા.૨૨/૦૪/૨૦૨૦ ના રોજ યશફીન હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જે અન્વયે નવસારી તાલુકાના અંબાડા ગામના આ વિસ્તારને કોવિડ-૧૯ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અંબાડા ગામના બ્લોક નં ૫૧૩, સમગ્ર સી.ઍચ.સી. વિસ્તાર તથા રહેણાંક ડોકટર કવાર્ટસ વિસ્તાર, ઉત્તરે અંબાડાના બ્લોક નં ૫૩૬ અને ૫૩૭ (ગોવિંદ કેશવ અને ઉકી હરીના ખેતર)ની બાઉન્ડ્રીથી શરૂ, દક્ષિણે નવસારીથી મહુવા રોડ સુધી, પૂર્વે અંબાડાના બ્લોક નં ૧૦૫ (સુરેશભાઇ દલપતભાઇ પટેલના ખેતર) ની બાઉન્ડ્રીથી શરૂ, પશ્ચિમે બ્લોક નં ૫૧૪ (ગોવિંદ કેશવના ખેતર) ની હદ સુધીનો ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર-જવર પર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. કવોરન્ટાઇન ઍરિયા તરીકે જાહેર કરવામાં આવેલા વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઅો તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે. કોરોનો પોઝીટીવ નેહલબેનના સંપર્કમાં જે લોકો આવ્યા હોય તેઓને જા કોઇપણ પ્રકારના લક્ષણ દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ, યશફીન હોસ્પિટલ નવસારી અથવા ઉદિત હોસ્પિટલ વાંસદા ખાતે ડોકટર પાસે તપાસ કરાવી લેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નવસારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application