Tapi mitra News-કોરોના વિષાણું સંક્રમણના અત્યારના સમયમાં ૬૦ કે તેથી વધુ ઉંમરના ઘરનાં વડીલો-વરિષ્ઠ નાગરિકોનું ખાસ ધ્યાન રાખવું જોઇઍ. ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોને ચેપ ન લાગે અને સંક્રમણના જોખમથી બચવા નીચે મુજબના ઉપાયો ભારત સરકાર દ્વારા દર્શાવવામાં આવ્યા છે. જે વડીલો અન્ય ગંભીર રોગથી પીડાય છે કે માનસિક સમસ્યાઓનો સામનો કરી રહયાં છે તેમની વિશેષ કાળજી રાખવી જરૂરી છે. જરૂર જણાય તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી હેલ્પલાઇન નંબરનો અવશ્ય ઉપયોગ કરવો જોઇઍ. high light-કોઇના પર નિર્ભર ન હોય તેવા વરિષ્ઠ નાગરિકોઍ શું કરવું ?? જે નાગરિકો જાતે હરી ફરી શકતા હોય, કોઇના પર નિર્ભર ન હોય તેવા વડીલોઍ આ મુજબની જીવનશૈલી અપનાવવી જોઇઍ. જેથી આ વિષાણું સંક્રમણથી બચાવ થાય. આખો સમય ઘરની અંદર જ રહેવું. ઘરમાં જ કોઇ પ્રવૃતિ કરવી-હરતા ફરતા રહેવું. જો ઘરે મુલાકાતી સાથે બેઠક જરૂરી હોય તો ઍક મીટરનું અંતર જાળવવું. જો ઍકલા રહેતા હોય તો પાડોશમાં રહેતા સ્વસ્થ વ્યક્તિ પાસે જ જીવન જરૂરી વસ્તુ માટે મદદ માંગવી. કોઇ પણ ભોગે નાના-મોટા મેળાવડાથી દૂર રહેવું. ઘરે હળવી કસરત અને યોગ કરતા રહેવું. હાથ ધોતા રહેવું અને સ્વચ્છતા જાળવવી. ખાસ કરીને જયારે જમવા બેસો ત્યારે અને વોશરૂમનો ઉપયોગ કર્યા પછી હાથ સાબુથી પાણીમાં ઓછામાં ઓછી ૨૦ સેકન્ડ સુધી ધોવા જરૂરી છે. વારંવાર અડવાની થતી હોય તેવી ચશ્મા જેવી વસ્તુઓ વારે વારે સાફ કરવી. ઉધરસ કે છીંક આવે ત્યારે ટીસ્યું પેપર કે રૂમાલ આડે રાખવો અને તેનો બંધ ઢાંકણાવાળી કચરા ટોપલીમાં નિકાલ કરવો. પૂરતું પોષણ મળે તે રીતે ઘરે બનેલું તાજું ગરમ ભોજન લેવું અને વારંવાર હાઇડ્રેટ કરવું તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે તાજું જ્યુસ લેવું. તમારી દૈનિક સૂચિત દવાઓ નિયમિતપણે લેવી. તમારા સ્વાસ્થ્યની ચકાસણી કરવી, જો ઉધરસ, છીંક કે શ્વાસની તકલીફ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સલાહ લેવી. સાથે નહીં રહેતા હોય તેવા પરિવારના સભ્યો, મિત્રો, સંબધીઓ સાથે ફોન કે વિડીયો કોન્ફરન્સ કરવી. જરૂરી બને તો ઘરના સભ્યોની મદદ લેવી. high light-કોઇના પર નિર્ભર ન હોય તેવા વરિષ્ઠ નાગરિકોઍ શું ન કરવું..?? ઘરે મિત્રો કે સંબંધીઓને મુલાકાતે બોલાવવાનું ટાળવું. જે કોઇ વ્યક્તિમાં કોરોના બિમારીના લક્ષણો જેવા કે તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં મુશ્કેલી દેખાય તો તેનો નજીકનો સંપર્ક ટાળવો. તમારા મિત્રો અને નજીકના સંબંધીઓ સાથે હાથ મિલાવવાનું કે આલિંગન ટાળવું.બાગ ઉદ્યાનો, બજારો અને ધાર્મિક સ્થાનો જેવા ગીચ સ્થળોઍ જવાનું ટાળવું. ખાંસી અથવા છીંક આવે તો આડે ખુલ્લા હાથ દેવાનું ટાળવું. હાથ ધોયા વગર તમારી આંખો, ચહેરો અને નાકને અડવાનું ટાળવું. ડોકટરની સલાહ લીધા સિવાય, તેમણે સૂચવ્યા વિના જાતે દવા લેવાનું ટાળવું. શક્ય હોય તો તબીબી સલાહ ફોન પર લેવી, રૂટિન ચેકઅપ કે ફોલોઅપ માટે હોસ્પીટલ જવાનું ટાળવું. હ્લદયની જૂની બીમારી અને કીડની રોગવાળા વ્યક્તિઓઍ આ ખાસ સાવધાની રાખી પૂરતાં પ્રમાણમાં પાણી પીવું. જેથી ઉનાળાને કારણે ડીહાઇડ્રેશન ટાળી શકાય. high light-કોઇના પર આશ્રિત હોય તેવા વડીલો- વરિષ્ઠ નાગરિકોની સારસંભાળ લેતા લોકોઍ શું કરવું ? વડીલ–વરિષ્ઠ નાગરિકની મદદ કરતા પહેલા હાથ સાબુથી ધોઇ લેવા જોઇઍ. જયારે વડીલ વ્યક્તિ પાસે ઉપસ્થિત હો ત્યારે તમારા નાક અને મોં બરાબર રીતે ટીસ્યું કે કપડા વડે આવરી લેવા જોઇઍ. જયાં વધુ સમય રહેવાનું હોય જેમ કે વ્હીલ ચેર, પલંગ અને વારંવાર ઉપયોગ થતો હોય તેવી વોકર જેવી વસ્તુઓ વ્યવસ્થિત સાફ રાખવી જોઇઍ. વૃધ્ધ વ્યક્તિને સમયાંતરે હાથ ધોવામાં મદદ કરવી જોઇઍ. વરિષ્ઠ લોકોને પૂરતા પાણી અને ખોરાક મળી રહે તેની કાળજી રાખવી જોઇઍ. વડીલ-વરિષ્ઠ વ્યક્તિઓની આરોગ્યની ચકાસણી કરતા રહેવું જોઇઍ. high light-કોઇના પર આશ્રિત હોય તેવા વડીલો- વરિષ્ઠ નાગરિકોની સારસંભાળ લેતા લોકોઍ શું ટાળવું ? ઉધરસ, ખાંસી, શ્વાસની તકલીફ ભોગવતા વરિષ્ઠ વ્યક્તિના નજીકનો સંપર્ક ટાળવો. વડીલોને આરામ કરાવવાના બહાને સુવડાવી રાખવાનું ટાળવું. હાથ ધોયા વગર વરિષ્ઠ વ્યક્તિને અડવાનું ટાળવું. વૃધ્ધ વયસ્ક વ્યક્તિમાં આ મુજબના લક્ષણો દેખાય તો હેલ્પલાઇનનો સંપર્ક કરવો. જેમ કે શરીરના દુખાવા સાથે અથવા દુખાવા વગર આવતો તાવ, ઉધરસની નવી શરૂઆત કે સતત ઉધરસ સાથે શ્વાસની તકલીફ, અસામાન્ય રીતે ભૂખ ન હોય કે ખાઇ ન શકતા હોય. high light-માનસિક રીતે સ્વસ્થ્ય રહેવા માટે વડીલો-વરિષ્ઠ નાગરિકો માટે અનુસરવાની સલાહ ઘરના સભ્યો સાથે વાતચીત કરતાં રહેવું. ઍકઠા થવાં કરતાં સામાજિક અંતર બનાવીને પાડોશીઓ સાથે વાતચીત કરવી જોઇઍ. શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું જોઇઍ. વાંચન, સંગીત, ચિત્રકલા જેવા જૂના શોખને જીવંત કરવા, સકારાત્મક પ્રવૃતિઓ પર ધ્યાન આપવું જોઇઍ. સૌથી વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ મળેલી માહિતીને જ સાચી માનવી અને ખાતરી કર્યા પછી જ અનુસરવું. વડીલોઍ પરીવારથી અલગ અલગ ન રહેવું. પોતાને ઍક ઓરડામાં સીમિત રાખવાનું ટાળવું. કોઇ પણ સનસનાટીભર્યા સમાચારને કે સોશિયલ મીડિયા પોસ્ટને અનુસરવાનું ટાળવું. તપાસ કે ખાતરી કર્યા સિવાય કોઇ પણ માહિતી કે સમાચારને આગળ પહોંચાડવા કે મોકલવાનું ટાળવું. ઍકલતા કે કંટાળાને દૂર કરવા માટે તમાકું, આલ્કોહોલ કે અન્ય દવાઓ લેવાનું ટાળવું. high light-૬૦ કે તેથી વધુ ઉંમરના વડીલો આ મુજબના રોગોથી પીડાતા હોય ત્યારે ખાસ કાળજી લેવી જૂના કે લાંબા ગાળાના શ્વસન રોગની બીમારી જેમ કે અસ્થમા, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ-સીઓપીડી, બ્રોન્કીક્ટેસીસ, પોસ્ટ ટ્યુબરક્યુલસ સેક્લઇ, ઇન્ટસ્ટિંશલ ફેફસાના રોગ, હ્લદય રોગની જૂની બીમારી જેમ કે હ્લદયની નિષ્ફળતા, કિડની રોગની જૂની બિમારી, યકૃત-લીવરના જૂનાં રોગ, જેમ કે આલ્કોહોલિક અને વાયરલ હિપેટાઇસીસ,જૂની ન્યુરોલોજિક પરિસ્થિઓ જેમ કે પાર્કિન્સન રોગ, સ્ટોક, ડાયાબિટીસ, હાયપરટેન્શન, કેન્સર વડીલને જૂની માનસિક બિમારી હોય અથવા આ મુજબના નવા કિસ્સા હોય જેમ કે માનસિક સ્થિતિમાં પરિવર્તન, દિવસ દરમ્યાન અતિશય સુસ્તી થવી, જવાબ ના મળવો,વ્યવસ્થિત રીતે ન બોલવું, પહેલા કોઇને ઓળખતા હતા જે હવે ઓળખી નથી શકતા કે આવી અક્ષમતાની શરૂઆત. ભારત સરકારે વૃધ્ધો, મોટી ઉંમરના વડીલો માટે હેલ્પ લાઇન નંબર શરૂ કર્યો છે. હેલ્પલાઇન નંબર-૮૦૪૬૧૧૦૦૦૭ નો ઉપયોગ કરી શકાશે. (સંકલન-રાજકુમાર જેઠવા,સહાયક માહિતી નિયામક,નવસારી)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઆણંદના પેટલાદના દંતેલી ગામે દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી
November 23, 2024ઈકો કારમાં CNG રિફિલિંગ સમયે ધડાકા સાથે CNG સિલિન્ડર બ્લાસ્ટ
November 23, 2024