Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં આરોગ્યલક્ષી સઘન કામગીરી,આજે ઍકપણ પોઝીટીવ કેસ નોધાયો નથી

  • April 23, 2020 

Tapi mitra News-કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે જિલ્લામાં તા.૨૩/૦૪/૨૦૨૦ ના રોજ ૧૨ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી-૦૫, ચીખલી-૦૬, વાંસદા-૦૧ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ-૬૫૧ સેમ્પલ પૈકી ૫૫૫ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૯૩ સેમ્પલના રીઝલ્ટ બાકી છે. નવસારીના અંબાડા ખાતે ૨૯ વર્ષીય યુવતીનો પોઝીટીવ રિપોર્ટ આવતા તેના ઘરના તમામ વ્યકિતઓ અને નજીકના સંપર્કવાળા -૦૪ લોકોને સેમ્પલ લેવામાં આવ્યા અને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. અંબાડામાં સર્વે દરમિયાન ૫૬૦ ઘરોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં કોઇ શંકાસ્પદ લક્ષણવાળા વ્યકિત જણાયાં નથી. જયારે બીલીમોરાના આંતલીયા ગામની ૨૪ વર્ષીય યુવતીનો પોઝીટીવ રિપોર્ટ આવતાં ઘરના તમામ વ્યકિત તથા નજીકના સંપર્કવાળા ૦૫ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા અને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આંતલીયા ગામે ૫૯૫ ઘરોનો સર્વે કરવામાં આવ્યા છે. જેમાં કોઇ શંકાસ્પદ લક્ષણવાળા વ્યકિત જણાયાં નથી. તેમજ જલાલપોરના હાંસાપોર ગામના ૪૨ વર્ષીય યુવકનું પોઝીટીવ રિપોર્ટ આવતા ઘરના તમામ વ્યકિત તથા નજીકના સંપર્કવાળા ૨૧ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા અને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. હાંસાપોર ગામે ૬૩૦ ઘરોનો સર્વે કરવામાં આવ્યા છે. જેમાં કોઇ શંકાસ્પદ લક્ષણવાળા વ્યકિત જણાયાં નથી. જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં ૯,૯૫,૮૯૧ ઘરોનો સર્વે થયો છે. અત્યાર સુધીમાં ૨૦૦૩૭ જેટલા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યકિતઓની તપાસ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં આજદિન સુધીમાં કુલ-૦૩ પોઝીટીવ કેસ નોધાયાના અહેવાલ જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ ઘ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application