Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં ત્રણ પોઝીટીવ કેસ નોધાયા,૬૩૯ સેમ્પલ પૈકી ૫૦૯ સેમ્પલ નેગેટીવ, ૧૨૭ સેમ્પલના રીઝલ્ટ બાકી

  • April 22, 2020 

Tapi mitra News-કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે તા.૧૪/૦૪/૨૦ થી તા.૨૧/૦૪/૨૦ સુધી નવસારી જિલ્લામાં ૨૪૪ શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે જેમાંથી ૨૧૩ નમુના નેગેટીવ આવ્યા છે. ૩૧ રિપોર્ટ આવવાના બાકી છે. જિલ્લામાં તા.૨૨/૦૪/૨૦૨૦ ના રોજ ૯૬ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી-૨૩, જલાલપોર-૨૯, ગણદેવી-૨૭, ચીખલી-૦૫, ખેરગામ-૦૫, વાંસદા-૦૭ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ-૬૩૯ સેમ્પલ પૈકી ૫૦૯ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૧૨૭ સેમ્પલના રીઝલ્ટ બાકી છે. જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં ૮,૬૭,૫૧૮ ઘરોનો સર્વે થયો છે.  નવસારી જિલ્લામાં આજદિન સુધીમાં કુલ-૦૩ પોઝીટીવ કેસ નોîધાયાના અહેવાલ જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ ઘ્વારા જણાવાયું છે.રાજ્યમાં કોરોના કેસો જોતાં લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે જેને ધ્યાને લઇને જિલ્લામાં સઘન સર્વેલન્સની કામગીરી થઇ રહેલ છે.જિલ્લાના લોકો પણ સરકારશ્રીની હેલ્પ લાઇન નંબર ૧૦૪ ઉપર સંપર્ક કરી માર્ગદર્શન અને માહિતી મેળવી રહયાં છે.રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન તથા ટેલીમેડીસીન સુવિધા શરૂ કરાઇ છે.આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરેન્ટાઇન કરવામં આવેલ લોકોને ૨૪ƒ૦૭ કલાક માટે ઍમ.બી.બી.ઍસ.ઍમ.ડી. ફિઝિશીયન,ક્લીનીક સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાત તબીબો દ્વારા ટેલી મેડીસીન  અને ટેલી કાઉન્સલીંગ સહિત ટેલી ઍડવાઇઝ મળી રહે છે. કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ ટેલી મેડીસીન સુવિધા ઉભી કરાઇ છે. સવારે ૦૯ કલાકથી ૧૦ કલાકની વચ્ચે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ ઉપર સંપર્ક સાધી શકાશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application