Tapi mitra News-ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે. આવા કપરા સમયે નાના અને ગરીબ વર્ગના લોકો, ખેતમજૂર,વિધવા સહિત મધ્યમવર્ગના લોકોની પણ ચિંતા સરકારે કરી છે. રાજ્યનો એકપણ નાગરિક ભુખ્યો ન રહે તે માટે સરકાર કટીબધ્ધ છે. છેવાડાના માનવી સુધી સરકારશ્રી દ્વારા આપવામાં આવતું વિનામૂલ્યે રાશન પહોંચે તે માટે ડાંગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ કાળજી લેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંતરિયાળ ગામડાઓમાં લોકો સુધી અનાજ પહોંચે છે કે કેમ ? તેની ચકાસણી કરવામાં આવી હતી જેમાં લોકોને રૂબરૂ મળી પ્રતિભાવ આપતા સંતોષ વ્યક્ત કર્યો હતો. ટાંકલીપાડા ગામના દેવરામ આનંદભાઇ ભોયે એ જણાવ્યું હતું કે અમારા ગામમાં બધા જ લોકોને વિનામૂલ્યે અનાજનો લાભ મળ્યો છે. હવે કોઇ બાકી રહેતું નથી.
લહાનચર્યા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી રામસીંગભાઇ લક્ષ્મણભાઇ પવારે જણાવ્યું હતું કે અમારા ગામમાં તમામ રેશનકાર્ડ ધારકોને અનાજ મળી ગયું છે. જેઓ શેરડી કાપવા માટે બહારગામ ગયા હતા તેઓ પાસે રેશનકાર્ડ પણ નથી. આવા થોડા લોકો અનાજથી વંચિત હતા. પરંતુ તેઓને પણ બીજી વ્યવસ્થા કરીને અનાજ આપવામાં આવ્યું છે. હાલમાં અમારા ગામના લોકોને અનાજ મળતા તેઓ ખુશ છે. સરકારે છેવાડાના માનવીની ચિંતા કરી છે. મોટાચર્યા ગામના ગ્રામ પંચાયત સભ્ય શ્રી દિલીપભાઇ ગંગારામભાઇ પવારે જણાવ્યું હતું કે અમારા ગામમાં તમામ લોકોને સરકારનું વિનામૂલ્યે રાશન અમને મળી ગયું છે. અહીંથી ૮ જેટલા પરિવારો શેરડી કાપવાના કામે બહારગામ ગયા છે તેઓ જ બાકી છે. આ લોકો પાસે રેશનકાર્ડ પણ નથી પરંતુ અમે તેઓ માટે પણ પ્રાયોજના કચેરી દ્વારા અનાજની કિટની વ્યવસ્થા કરાવી છે. પ્રાયોજના કચેરી અને આગાખાન સંસ્થા તરફથી પણ અમારા ગામમાં ૩૫ જેટલી અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મફત અનાજ આપવામાં આવી રહયું છે એવી વાત વાયુવેગે ફેલાઇ જાય છે ત્યારે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. સરકારશ્રી દ્વારા અમને તમામ લોકોને અનાજ મળતા અમે ખુશ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application