Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા તાલુકામાં ‛સ્ટડી ફ્રોમ હોમ’ અંતર્ગત ડીજીટલ મટીરીયલથી અભ્યાસ કરતા બાળકો ..

  • April 22, 2020 

Tapi mitra News-ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસની મહામારીને પગલે લોકડાઉનના સમયે સેલ્ફ ડિસ્ટન્સ રાખવુ અનિવાર્ય બની ગયું છે. આવા સમયે શાળાઓમાં શૈક્ષણિક કામગીરી થઇ શકતી નથી. આવા સમયે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોનું શિક્ષણ સાતત્ય જળવાઇ રહે તે હેતુથી જીસીઇઆરટી ગાંધીનગર દ્વારા ‛પરિવારનો માળો સલામત અને હુંફાળો’ અને  ‛Study From Home’ Weekly સાહિત્ય દ્વારા ધોરણ- ૩ થી ૮ ના બાળકોને શિક્ષકશ્રીઓ દ્વારા વાલીના વોટ્સએપ પર સાહિત્ય મોકલીને બાળકોને શૈક્ષણિક કાર્ય કરાવવાનું ઉમદા કાર્ય કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિ જોતા ધર એ શાળામાં પરિવર્તિત થઇ છે. જેમાં વાલીગણ પણ ખૂબ ઉત્સાહથી બાળકોને આ પ્રવૃત્ત્િા કરવા સતત પ્રેરણા અને માર્ગદર્શન પુરૂ પાડે છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારા ના માર્ગદર્શન હેઠળ આ ડીજીટલ શિક્ષણ આપવાનું શરૂ કરાયું છે. જેમાં આહવા તાલુકાના કુલ ૧૫,૭૪૯ બાળકોને આવરી લેવામાં આવ્યા છે. બીઆરસી કનકસિંહ જાદવે જણાવ્યું હતું કે તમામ સીઆરસી,બીઆરસી દ્વારા યોગ્ય આયોજન કરી એસએમસી સભ્યશ્રીઓ, શિક્ષકો, બાળમિત્રો,તાલુકાના તમામ સરપંચશ્રીઓ,સભ્યશ્રીઓ વિગેરેના સાથ સહકારથી આ કાર્યમાં સફળતા મળી રહી છે.તેમણે કોરોનાની આફતને અવસરમાં બદલવા માટે સૌ પરિવારને અનુરોધ કર્યો હતો. આહવા તાલુકા શિક્ષક સોસાયટી,સીઆરસી,બીઆરસી દ્વારા જરૂરિયાતમંદ ૧૩૯૮ લોકોને અનાજની કિટ આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application