Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગણદેવી તાલુકાના આંતલીયા ગામમાં ઍક કોરોનો પોઝીટીવ;કોરોનો પોઝીટીવના સંપર્કમાં આવ્યો હોય તેઓએ તાત્કાલિક નવસારીની સિવિલ/યશફીન તથા વાંસદાની ઉદિત હોસ્પિટલ ખાતે તપાસ કરાવી લેવા અનુરોધ

  • April 22, 2020 

Tapi mitra News-હાલમાં કોરોનો વૈશ્વિક મહામારીના ઍક પછી ઍક જિલ્લાઓ ભોગ બની રહયાં છે. તેમાં નવસારી જિલ્લાનો પણ સમાવેશ થઇ ગયો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આંતલીયા, રામલા ફળિયાના ઍક કોરોનો પોઝીટીવ પ્રિયંકાબેન પ્રવિણભાઇ પટેલ નો સમાવેશ થયો છે. તેઓ સુરત ખાતે કિરણ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. તા.૧૪/૦૪/૨૦૨૦ ના રોજથી આંતલીયા ખાતે રજા પર આવ્યા હતાં. ઍમના અન્ય જિલ્લાના સ્ટાફનર્સ કિરણ હોસ્પિટલનો કોરોનો પોઝીટીવ આવતાં અને તેની જાણ થતાં પ્રિયંકાબેનનું સેમ્પલ ચકાસતાં કોરોનો પોઝીટીવ રિપોર્ટ આવતાં તેઓ ને તા.૧૮/૦૪/૨૦૨૦ ના રોજ યશફીન હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. કોરોનો પોઝીટીવ પ્રિયંકાબેનના સંપર્કમાં જે લોકો આવ્યા હોય તેઅોને જા કોઇપણ પ્રકારના લક્ષણ દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ, યશફીન હોસ્પિટલ નવસારી અથવા ઉદિત હોસ્પિટલ વાંસદા ખાતે ડોકટર પાસે તપાસ કરાવી લેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નવસારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application