Tapi mitra News-આયુષ મંત્રાલયે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગપ્રતિકારક શકિત વધારવા અને સ્વસ્થ્ય રહેવા માટે કેટલાક ઉપાયો જણાવ્યા છે. આયુષ મંત્રાલયે આયુર્વેદ સંબંધિત કેટલીક સલાહો આપી છે. મંત્રાલયે કહયુંં છે કે જો કોઇ વ્યક્તિને શરદી, ઉધરસના લક્ષણ દેખાય તો તરત ડોકટરનો સંપર્ક કરવો જોઇઍ. લોકોઍ દિવસભર નવશેકુ ગરમ પાણી પીવું, ઘરે રહેવું, બહાર ન નિકળવું તેમજ ઘરે યોગાસન કરવા, પ્રાણાયામ અને ધ્યાન લગાવવાથી ઘણા ફાયદા થાય છે.
ભોજનમાં હળદર, જીરા, ધાણા પાવડર અને લસણનો ઉપયોગ જરૂર કરવા કહયુંં છે. રોજ સવારે ૧૦ ગ્રામ ચ્યવનપ્રાશનુ સેવન કરવા તેમજ ડાયાબિટીસવાળા લોકો સુગર ફ્રી ચ્યવનપ્રાશ લે, તેમજ હર્બલ ચા, તુલસી, સવિંગ, સુકુ આદુ નાખીને દિવસના બે વાર પીવા તેમજ તેમાં ખાંડ અને લીબું પણ નાખીને સેવન કરી શકાય છે. ગરમ દુધમાં હળદર નાખીને દિવસમાં બે વાર સેવન કરવું ખુબ લાભદાયી છે. નાકમાં સવાર સાંજ તલનું તેલ, નારીયેળ તેલ અથવા ઘી લગાવવુ જોઇઍ.મોઢામાં ઍક ચમચી તલનું તેલ કે નારિયેળનું તેલ ભરવુ અને તેને બે થી ત્રણ મિનીટ સુધી અંદર રાખવુ જોઇઍ. આ પછી થૂંકી દઇને ગરમ પાણીના કોગળા કરવા જોઇઍ. આવુ દિવસમાં ઓછામાં ઓછુ બે વાર કરવા અને ગરમ પાણીમાં ફુદીનો કે અજમો નાખીને સ્ટીમ થેરેપી લેવી- આવુ દિવસમાં ઍક વખત કરવુ. તેમજ મધમાં લવિંગનો પાઉડર નાખીને દિવસમાં ૨ થી ૩ વખત સેવન કરવુ તેનાથી ઉધરસમાં આરામ મળે છે તેમ આયુષ વિભાગજણાવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500