Tapi mitra News-કોરોનાથી બચવા રોગ પ્રતિકારક શક્તિ વધારવી ઍ રામબાણ ઇલાજ છે. આથી નવસારી જિલ્લામાં ૭૪,૭૦૦ જેટલા લોકોને અમૃતપેય શક્તિવર્ધક ઉકાળો આપવામાં આવ્યો છે. ઉપરાંત ૫૭,૮૧૫ લોકોઍ હોમીયોપેથીક દવાનો લાભ લીધો છે. જિલ્લામાં કાર્યરત આયુર્વેદ અને હોમીયોપેથી દવાખાનાથી વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉકાળો તેમજ દવાનુ નિયમિત વિતરણ કરવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી આપતા નવસારી કાલીયાવાડી સરકારી આયુર્વેદ હોસ્પિટલના ડૉ.ઉર્વિ પટેલે જણાવ્યુ હતું કે, આ ઉકાળા અને દવા વિતરણ નવસારી જિલ્લાના નાગરિકોની સાથે-સાથે શહેરના જાહેર સ્થળો, ફરજ બજાવતા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારને પણ આ રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઉકાળા અને દવાઓનો લાભ મળે તે માટે આયોજન કરવામાં આવેલ છે.આ ઉપરાંત કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં કામ કરતા તમામ અધિકારી અને કર્મચારીઓને રોજેરોજ ઉકાળો પીવડાવવામાં આવે છે તથા તેમના પરિવાર પણ આ ઉકાળાનું નિયમિત સેવન કરી શકે તે માટે ઉકાળાના પેકેટનું વિતરણ કરવામાં આવે છે. તાજેતરમાં ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા હાલની મહામારીથી બચવા માટે વિશેષ રોગ પ્રતિકારક શક્તિ વર્ધક દવા માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે તેમજ પ્રધાનમંત્રીશ્રી દ્વારા પણ આ ગાઇડલાઇનનો ઉપયોગ કરવા ખાસ અનુરોધ કરવામાં આવેલ છે. જાહેર જનતાને વધુ માહિતી માટે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, કાલીયાવાડી, નવસારીનો સં૫ર્ક કરવા જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500