Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાગરીકોની રૂબરૂ મુલાકાત લઈ તેમના આરોગ્યની તપાસણી સાથે જરૂરી દવાઓ પુરી પાડતા આરોગ્યકર્મીઓ

  • April 22, 2020 

Tapi mitra News-જીવનના કંઈક દસકા વટાવી ચુકેલા વરિષ્ઠ નાગરિકો સ્વસ્થ અને નિરોગી રહે તે માટે નવસારી જિલ્લામાં ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના સંક્રમણની સૌથી વધુ શકયતાઓ અને જોખમ વરિષ્ઠ નાગરિકોને છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ઑફિસર્સ દ્વારા ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોની રૂબરૂ મુલાકાત દ્વારા તેમની આરોગ્ય તપાસણી કરી જરૂરી દવાઓ ઘેર બેઠા પૂરી પાડવામાં આવી રહી છે. કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ ટાળી શકાય અને ચેપના લક્ષણો સમયસર ઓળખી શકાય તે માટે હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી કરવામાં આવી રહી છે. આ તમામ કામગીરી વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા સિનિયર સિટીઝનના આરોગ્યની વિશેષ દરકાર લેવામાં આવી. કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓની પરિસ્થિતિને ધ્યાને લઈ નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ૬૦ વર્ષથી વધુ વયના નાગરીકોની હેલ્થ ઑફિસર્સ દ્વારા જાત તપાસ હાથ ધરવામાં આવી. ઍપેડેમિક ઓફીસર ડૉ.મેહુલ ડેલીવાલાઍ જણાવ્યું હતું કે, જિલ્લાના વરિષ્ઠ નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરી આરોગ્યકર્મીઓ સતત તેમને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા કર્તવ્યબદ્ધ છે. કોરોના વાયરસ સંક્રમણનું જોખમ ઘટાડી શકાય તે માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સિનિયર સિટીઝનની રૂબરૂ તપાસ કરી યોગ્ય સારવાર દ્વારા તેઓ નિરોગી રહે તે કોરોના વોરીયર્સ તરીકે તેમના આરોગ્યનું રક્ષણ કરી રહયાં છે.નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં આ સર્વેલન્સમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૬,૪૧૪ સિનિયર સિટીઝનનો સરવે કરવામાં આવ્યો.હેલ્થ ઑફિસર્સ દ્વારા શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણોવાળા ૫૫૪ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી.માણેકપોર ખાતે રહેતા સિનિયર સિટીઝન કાશીબેન હિરાભાઇ કહે છે કે, ઍક બાજુ આ કોરોના વાયરસ ફેલાઈ રહયો છે અને બિમાર હોય તેવા ઉંમરલાયક લોકોને તેનું જોખમ પણ વધારે છે. પણ સરકારી દવાખાનાના આરોગ્ય કર્મચારી મારા ઘરે આવી મારી તપાસ કરી ગયા. દવા પણ આપી છે ઍટલે હવે મને દવા લેવા બહાર જવાની પણ જરૂર નથી. ઘરે બેઠા જ સારવાર મળી છે તેના માટે હું સરકારનો આભાર માનું છું. હવે હું ઘરે જ રહીશ – સુરક્ષિત રહીશ. વરિષ્ઠ નાગરીકોની આરોગ્ય સેવા માત્ર તપાસણી પૂરતી સિમિત ન રહેતાં આરોગ્યકર્મીઓ દ્વારા તેમને ઘેર બેઠા દવા પણ પૂરી પાડવામાં આવી. આરોગ્ય તપાસ સમયે જણાયેલી તકલીફની દવા ઉપરાંત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ધરાવતા વરિષ્ઠ નાગરીકોને ઍકથી દોઢ માસ સુધી ચાલે તેટલી દવા આરોગ્ય વિભાગ દ્વારા રૂબરૂ પહોંચાડવામાં આવી.ખાસ કરીને નાના બાળકો, ક્ષયરોગના દર્દીઓ અને ૬૦ વર્ષથી વધુ વયના નાગરીકોને કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ વધુ હોય છે. વરિષ્ઠ નાગરીકોમાં બ્લડ પ્રેશરને લગતી બિમારીઓ, ડાયબિટીસ કે કેન્સર નૉન કૉમ્યુનિકેબલ ડિસીઝની શક્યતાઓ વધુ હોવાના કારણે તેમને સંક્રમણનું જોખમ પ્રમાણમાં વધુ હોય છે. ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોરોના યોદ્ધા બની તેમને આરોગ્યલક્ષી રક્ષણ પુરૂ પાડી પ્રશંસનીય કામગીરી કરી રહયાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application