Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી:હાસાપોરના દિનેશ બાબુભાઇ નામના યુવકને કોરોના પોઝીટીવ

  • April 21, 2020 

Tapi mitra News-ગુજરાતમાં એકતરફ કોરોના વાયરસનો કહેર જારી છે તેવા સમયે અત્યાર સુધીમાં એકપણ કોરોના પોઝીટીવના દર્દી નહીં નોધાયેલા દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં કોરોના પોઝીટીવના દર્દીઓ નોધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. નવસારીના જલાલપોર તાલુકાના હાસાપોર ગામ ખાતે રહેતો દિનેશ બાબુભાઇ નામનો યુવક સુરતના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો. જેના કારણે કોરોનાનો ચેપ તેને પણ લાગી જતાં તેને પણ કોરોનાના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ રીપોર્ટમાં તેને કોરોના પોઝીટીવ હોવાનું માલુમ પડ્યુ હતુ. જીલ્લામાં કોરોના પોઝીટીવનો કેસ નોધાતાની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા હાસાપોર ગામને કોરોન્ટાઇન કરી દર્દી દિનેશ બાબુભાઇના પરિવારજનોને હોમ કોરોન્ટાઇન કર્યા હતા. જયારે દિનેશને કોવિડ ૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application