Tapi mitra News-સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે જિલ્લા કલેકટર શ્રી આર્દ્રા અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશસ્તિ પારીકના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
કોરોના (COVID 19) અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું તેમજ જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ/કોરોનાના ૩૮૩ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. ૭૪ રિપોર્ટ બાકી હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.ભાવસારની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application