Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં કોરોનાના ૪૫૭ નમુનાઓ લેવામાં આવ્યા

  • April 19, 2020 

Tapi mitra News-કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે આજ દિન સુધી નવસારી જિલ્લામાં ૪૫૭ શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે જેમાંથી ૩૮૩ નમુના નેગેટીવ આવ્યા છે.બાકીના ૭૪ રિપોર્ટ આવવાના બાકી છે. જિલ્લામાં નવસારી તાલુકામાં ૭ સેમ્પલ, જલાલપોર તાલુકામાંથી ૭ સેમ્પલ, ગણદેવી તાલુકામાંથી ૧૩ સેમ્પલ, ચીખલી તાલુકામાંથી ૩ સેમ્પલ, વાંસદા તાલુકામાંથી ૬ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં હાલ ત્રીજા રાઉન્ડમાં ૪,૬૮,૩૨૭ ઘરોનો સર્વે કરાયો છે.જિલ્લામાં જાહેરમાં થુંકનાર વ્યકિત પાસે દંડ વસુલ કરવામાં આવે છે. આજદિન સુધીમાં ૧૬૧ કેસ કરીને રૂપિયા ૬૭,૪૦૦ વસુલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના કેસો જોતાં લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહ્યુ્ છે જેને ધ્યાને લઇને જિલ્લામાં સઘન સર્વેલન્સની કામગીરી થઇ રહેલ છે.જિલ્લાના લોકો પણ સરકારશ્રીની હેલ્પ લાઇન નંબર ૧૦૪ ઉપર સંપર્ક કરી માર્ગદર્શન અને માહિતી મેળવી રહ્યા છે. રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન તથા ટેલીમેડીસીન સુવિધા શરૂ કરાઇ છે.આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરેન્ટાઇન કરવામં આવેલ લોકોને ૨૪*૦૭ કલાક માટે એમ.બી.બી.એસ.એમ.ડી.ફિઝિશીયન,ક્લીનીક સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાત તબીબો દ્વારા ટેલી મેડીસીન  અને ટેલી કાઉન્સલીંગ સહિત ટેલી એડવાઇઝ મળી રહે છે. કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ ટેલી મેડીસીન સુવિધા ઉભી કરાઇ છે. સવારે ૦૯ કલાકથી ૧૦ કલાકની વચ્ચે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ ઉપર સંપર્ક સાધી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application