Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો અને કોરોના વિશે જાગૃત બનો

  • April 19, 2020 

Tapi mitra News-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણનો ચેપ રોકવામાં મદદ કરવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ  ચોક્કસ ડાઉનલોડ કરી શકાય છે. બીજાને પણ એપ ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરવા પણ અપીલ કરી છે. આરોગ્ય સેતુ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ પ્લે સ્ટોરથી ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ  ૧૧ ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે. ઈન્સ્ટોલ કર્યા બાદ તેને સેટ કરવી એકદમ સરળ છે. લોકેશનને ઓલવેઝ ઓન અને બ્લૂટૂથને પણ ઓપન રાખે છે. રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે તમારા ફોનમાં એક ઓટીપી મોકલવામાં આવશે. જે નાખ્યા બાદ પર્સનલ ડિટેઇલ ભરવાની હોય છે. નામ, ઉંમર, ટ્રાવેલ ડીટેલ્સ ઉપરાંત હેલ્થ સાથે સંકળાયેલા કેટલાક સવાલો પૂછવામાં આવે છે. જેનો જવાબ આપ્યા બાદ ૨૦ સેકંડમાં સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ લઈ શકાય છે. આ એપમાં સેલ્ફ ટેસ્ટના ઓપશન દ્વારા હેલ્થ ઈન્ફોર્મેશન માંગવામાં આવશે. જે માહિતી ભર્યા બાદ એપ તમને કોરોનાના લક્ષણ છે કે નહી તે બતાવશે. જો કોરોના લક્ષણ હોય તો એપ સરકારની પાસે તમારો ડેટા મોકલે છે. જે બાદ હેલ્થ મિનિસ્ટ્રી તરફથી આઈસોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આરોગ્ય સેતુ એપ યૂઝર્સ જો કોઈ કોરોના સંક્રમિત લોકો પાસેથી પસાર થાય કે કોરોના લક્ષણ ધરાવતો વ્યક્તિ તમારી આસપાસ હોય તો તેની જાણકારી પણ નોટિફિકેશન દ્વારા મોકલશે. શું છે આરોગ્ય સેતુ મોબાઈલ એપ આરોગ્ય સેતુનો અર્થ છે બ્રિજ ઓફ હેલ્થ. આ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય છે કે, તે એ વાતની જાણકારી આપશે કે, જાણે-અજાણે તમે કોઈ કોરોના વાઈરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ? આરોગ્ય સેતુ એપ હાલ દેશની ૧૧ ભાષાઓમાં યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જેમાં અંગ્રેજી, હિન્દી, પંજાબી, ગુજરાતી, બંગાળી, તમિલ સહિત કેટલીક પ્રાદેશિક ભાષાઓ સપોર્ટ કરે છે. આ એપ પર રજિસ્ટર્ડ કરવા સમયે તમારે તમારી વ્યક્તિગત જાણકારી આપવાની રહે છે. આ આરોગ્ય સેતુ એપ ગૂગલ પ્લે સ્ટોર્સ અને એપ્પલ પ્લે સ્ટોર્સ https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu અને એપ્પલ મોબાઇલમાં https://apps.apple.com/in/app/aarogyasetu/id1505825357 લિંકપરથી ડાઉનલોડ કરવામાં આવી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application