Tapi mitra News-કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.તા. ૧૮ એપ્રિલના રોજ પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી કલમ ૧૮૮ IPC કલમ ૧૩૫ ગુજરાત પોલીસ એકટ ૧૯૫૧ હેઠળ ૨૪૪ સામે એફ.આઇ.આર. કરવામાં આવી છે તેમજ ૨૪૬ની અટક કરવામાં આવી છે. તેમજ ધ એપીડેમીક ડીસીઝ એકટ ૨૦૦૫ હેઠળ ૧૧ ઇસમો સામે એફઆઇઆર કરવામાં આવી છે. અને ૪ વ્યકિતની અટક કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ હેઠળ ૧ એફ.આઇ.આર કરવામાં આવી છે. તેમજ ૪ વ્યકિતની અટકાયત કરવામાં આવી છે. ૬૩ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે. તા. ૧૮ એપ્રિલ સુધીમાં કુલ ૪૫૨૪ એફઆઇઆર કરવામાં આવી છે. તેમજ કુલ ૪૯૯૪ વ્યકિતઓની અટક કરવામાં આવી છે. શહેરીજનોને લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ નવસારી જિલ્લા પોલિસ દ્વારા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application