તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા ના ઉમરકુઈ ગામમાં રહેતા નિવૃત અધિકારીના બંદ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. રાત્રી સમયે મકાન માંથી રૂ.૧.૧૨ લાખ ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે પોલીસે ફરિયાદને ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
તાપી જિલ્લા ના ગામડાઓ રાત્રી સમય દરમીયાન વાહનોની ઉઠાંતરી અને ચોરીની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે.એકવાર ફરી તસ્કરોએ બંદ મકાનનને નિશાન બનાવ્યું છે.ઉમેશચંદ્ર કરશનભાઇ ચૌધરી મુળ રહેવાસી- ઉમરકુઈ નિશાળ ફળીયું તા.વ્યારા જિ,તાપી હાલ રહે,બી ૫૦ વીર નગર સોસાયટી વી.આઈ.પી રોડ વડોદરા રહે છે.તેમનુ વ્યારાના ઉમરકુઈ ગામે આવેલ મકાનમાં ગત રાત્રી સમય દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ દરવાજાનાં બાજુમાં આવેલ દરવાજાનું ઈન્ટરલોક તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી પાલયન થયા હતા.ચોરી અંગે સ્થાનિકોએ ઉમેશભાઈ ને જાણ કરતા ઘરે આવી તપાસ કરી હતી અને બનાવ અંગે વ્યારા પોલીસને જાણ કરી હતી.તસ્કરોઓ બેડરૂમમાંના કબાટ તિજોરીમાં મુકેલ વીંટી નંગ ૨ જેની કિંમત આશરે રૂપિયા ૨૫,૦૦૦/- તથા એક સોનાનો સેટ બે તોલા જેટલાનો જેની કિંમત રૂપિયા આશરે ૫૦,૦૦૦/- તથા સોનાની કાનમાંની બુટ્ટી નંગ ૩ આશરે કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- તથા સોનાની (નથ) આશરે કિંમત રૂપિયા ૧૦૦૦/- તથા ચાંદીનાં મંગળસુત્ર નંગ ૨ જેની આશરે કંમત રૂપિયા ૬૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૧૨,૦૦૦ નાં સોના ચાંદીનાં ઘરેણાની ચોરી કરી ગયા હતા.(ફાઈલ તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application