Tapi mitra News-કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે આજ દિન સુધી નવસારી જિલ્લામાં ૪૨૧ શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે જેમાંથી ૩૨૯ નમુના નેગેટીવ આવ્યા છે. ૯૨ રિપોર્ટ આવવાના બાકી છે. જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં ૩,૩૨,૯૮૩ ઘરોનો સર્વે થયો છે. જિલ્લામાં જાહેરમાં થુંકનાર વ્યકિત પાસે દંડ વસુલ કરવામાં આવે છે. આજદિન સુધીમાં ૧૬૧ કેસ કરીને રૂપિયા ૬૭,૪૦૦ વસુલ કરવામાં આવ્યા છે. જિલ્લામાં જુદા જુદા ૧૪ સ્થળોઍ કુલ-૨૧૫ કોરેન્ટાઇન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આજરોજ ૮૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી-૧૧, જલાલપોર-૧૩, ગણદેવી-૧૭, ચીખલી-૧૬, ખેરગામ-૧૦, વાંસદા-૧૭ સેમ્પલ લેવામાં આવ્યાં છે.રાજ્યમાં કોરોના કેસો જોતાં લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે જેને ધ્યાને લઇને જિલ્લામાં સઘન સર્વેલન્સની કામગીરી થઇ રહેલ છે.જિલ્લાના લોકો પણ સરકારશ્રીની હેલ્પ લાઇન નંબર ૧૦૪ ઉપર સંપર્ક કરી માર્ગદર્શન અને માહિતી મેળવી રહયાં છે. રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન તથા ટેલીમેડીસીન સુવિધા શરૂ કરાઇ છે.આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરેન્ટાઇન કરવામં આવેલ લોકોને ૨૪/૦૭ કલાક માટે ઍમ.બી.બી.ઍસ.ઍમ.ડી.ફિઝિશીયન,ક્લીનીક સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાત તબીબો દ્વારા ટેલી મેડીસીન અને ટેલી કાઉન્સલીંગ સહિત ટેલી ઍડવાઇઝ મળી રહે છે. કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ ટેલી મેડીસીન સુવિધા ઉભી કરાઇ છે. સવારે ૦૯ કલાકથી ૧૦ કલાકની વચ્ચે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ ઉપર સંપર્ક સાધી શકાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application