Tapi mitra News-વિશ્વ જ્યારે કોરોના મહામારી નાં સંકટ નો સામનો કરી રહેલ છે ,અને તેમાં આપણો દેશ પણ આ મહામારી નો સામનો કરી રહેલ છે , આવી સંકટ ની ઘડી માં જયારે સમગ્ર દેશમાં અનેક એવી સેવાકીય સંસ્થાઓ , સંગઠનો , તેમજ અનેક વ્યક્તિઓ પોતાની રીતે સેવા આપે છે અને નિ:સહાય ગરીબો ને સેવા કરવા સામે આવી છે ત્યારે એક આદિવાસી અશિક્ષિત ગરીબ ખેડૂતે દેશ માટે પેશ કરી મિશાલ,
ગુજરાત ના આદિવાસી ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ કોટબાગામના વતની એવા ગંગારામભાઈ પૂન્યાભાઈ પાલવા, ઉ.વ.૬૫ છે , જે ચોમાસુ વરસાદી આશ્રિત ખેતી કરતો એક અશિક્ષિત ગરીબ ખેડૂત છે, જેમણે આ lockdown ની પરિસ્થિતિમાં સંપૂર્ણપણે રોજગારી બંધ થઈ જતા રોજનું કમાઇને પેટ ભરવાવાળા, ખેતી ન કરતાં એવા ગરીબ શ્રમીકો માટે ફળિયાના ૧૦ જેટલા પરિવારોને અનાજ આપી માનવતા મહેકાવી હતી , ગામના નિ:સહાય ગરીબ ૧૦ જેટલા પરિવારોને ખેડૂતે પોતાની યથાશક્તિ મુજબ ૧૦ કિલો ડાંગર , ૯ કિલો નાગલી , અને ૧ કિલો અડદ આપી સેવાનું કાર્ય કર્યું અને બધાને સંદેશો આપ્યો કે વિશ્વમાં આ કોરોના વાયરસની મહામારીમાં પોતપોતાની યથાશક્તિ મુજબ ગરીબ અને નિઃસહાય લોકોની મદદ કરી દેશ ને મદદરૂપ બનવુ જોઈએ , સાથે લોકો ને ઘરમાં જ રહેવાની સલાહ પણ આપી,શિક્ષિત અને અન્ય સજ્જન વ્યક્તિઓએ આ અશિક્ષિત ગરીબ આદિવાસી ખેડૂતનાં નિસ્વાર્થ સેવા કાર્યમાંથી બોધપાઠ લે તેવી અપેક્ષા સાથે " શ્રી ગંગારામભાઈ ને શત શત વંદન"
તાપીમિત્ર ન્યુઝ,તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો.સાવચેત રહો - સતર્ક રહો - સુરક્ષિત રહો..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500