કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.નવસારી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર તા.૧૭મી ઍપ્રિલના રોજ પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કલમ ૧૮૮ ત્ભ્ઘ્ કલમ ૧૩૫ ગુજરાત પોલીસ ઍકટ ૧૯૫૧ હેઠળ ૨૪૭ સામે ઍફ.આઇ.આર. કરવામાં આવી છે તેમજ ૨૬૭ ની અટક કરવામાં આવી છે. તેમજ ધ ઍપીડેમીક ડીસીઝ ઍકટ ૨૦૦૫ હેઠળ ૧૨ ઇસમો સામે ઍફઆઇઆર કરવામાં આવી છે. અને ૪૮ વ્યકિતની અટક કરવામાં આવી છે. ૮૨ વાહનો ડીટેઇન કરાયા હતા. તા. ૧૭ ઍપ્રિલ સુધીમાં કુલ ૪૨૬૮ ઍફઆઇઆર કરવામાં આવી છે. તેમજ કુલ ૪૭૪૦ વ્યકિતઓની અટક કરવામાં આવી છે.શહેરીજનોને લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ નવસારી જિલ્લા પોલિસ દ્વારા કરવામાં આવે છે.
તાપીમિત્ર ન્યુઝ,તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો.સાવચેત રહો - સતર્ક રહો - સુરક્ષિત રહો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application