Tapi mitra News-નવસારી જિલ્લામાં લોક ડાઉન દરમિયાન જનતાને અનાજ અને ચીજ વસ્તુઓ મળી રહે તે માટે જિલ્લામાં પહેલા ગરીબ શ્રમિક પરિવારોને, અન્ન બ્રહ્મ યોજના, અને હવે જિલ્લા કલેકટર શ્રી આર્દ્રા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને તેઓની ટીમ દ્વારા જિલ્લાના ઍ.પી.ઍલ.-૧ હેઠળના લાભાર્થીઓને અનાજ અને અન્ય વસ્તુનું વિના મૂલ્યે કરવામાં આવી રહયું છે.રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અપીલને નવસારી જિલ્લા કલેકટર શ્રી આર્દ્રા અગ્રવાલ દ્વારા જિલ્લાના સાધન સંપન્ન, સુખી વર્ગના લોકોને પોતાના હક્કનું અનાજ વગેરે અન્યો વર્ગના તરફેણમા જતુ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીની અપીલને નવસારી જિલ્લાના સુખી સાધન અને સંપન્ન પરિવારના નાગરિકો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહયો છે. જિલ્લાના નાગરિકો પોતાનો હક્ક જથ્થો જતો કરીને પ્રેરણાદાયી અને અનુકરણીય પગલું ભરી રહયાં છે.
તાપીમિત્ર ન્યુઝ,તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો.સાવચેત રહો - સતર્ક રહો - સુરક્ષિત રહો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application