Tapi mitra News-‘‘કોરોના’’ ના સંક્રમણને અટકાવવા માટે રાતદિવસ ખડેપગે સેવા કરતા સરકારી કર્મચારી, અધિકારીઓના સ્વાસ્થ્યની પણ સમયાંતરે તપાસ કરીને, તેમની કાળજી લેવામાં આવી રહી છે.
ગણદેવી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ચંદ્રેશભાઇ સરૈયાઍ જણાવ્યું હતું કે, ‘‘કોરોના’’ ના કહેર વચ્ચે નગરના પ્રજાજનોના સ્વાસ્થ્ય અને સલામતી માટે ફરજ બજાવી રહેલા ગણદેવી નગરપલિકાના વિવિધ વિભાગોના કર્મયોગીઓ અને સભ્યોની આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. નગરજનોના સ્વાસ્થ્યની સલામતી સાથે સંકળાયેલા આ તમામ કર્મયોગીઓની આરોગ્ય તપાસણી કરીને તેમનું સ્વસ્થ ચકાસવામાં આવ્યું હતું.
તાપીમિત્ર ન્યુઝ,તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહો - સતર્ક રહો - સુરક્ષિત રહો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application