Tapi mitra News-સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોરોના વાયરસ નામની આપત્તિનો સામનો ગુજરાત સરકાર વિવિધ કદમ ઉઠાવીને કરી રહી છે. નવસારીમા પણ કોરોના વાયરસ સામે તકેદારી સાથે વહિવટીતંત્ર લડી રહયું છે. કોરોના વાયરસના બચાવ માટે દરેક વ્યકિતઍ માસ્ક પહેરવાની જરૂરીયાત છે આવા સંજોગોમાં માસ્ક પહેરવું ઍક સલામતીભર્યું પગલું છે. પરંતુ, આપત્તિ સમયે મોટી સંખ્યામાં માસ્કની જરૂરિયાત ઉભી થતાં તેની બજારમાં તંગી વર્તાઇ રહી છે. ઍવા વખતે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના હોન્ડ ગામમાં પ્રગતિ સખી મંડળની મહિલાઓઍ આ આપત્તિને અવસરમાં પલટાવીને માસ્ક બનાવવાની કામગીરી શરૂ કરી છે. આ સખી મંડળ દ્વારા પ્રતિદિન ૩૦૦ જેટલા માસ્કનું ઉત્પાદન થઇ રહયું છે.
ચીખલી તાલુકાના હોન્ડ ગામે રહેતા મનિષાબેન પટેલ ૧૫ વર્ષથી સામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ છે. તેઓ મહિલાઓના ઉત્કર્ષ માટે ઍક વર્ષથી સખી મંડળની વિવિધ સ્તરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેમના પાસે પરસ્પર સહકારથી આર્થિક પ્રવૃત્તિ કરવાનો વ્યાપક અનુભવ છે. પ્રગતિ સખી મંડળના પ્રમુખશ્રી મનિષાબેન પટેલે જણાવ્યું હતું કે, સખી મંડળની બહેનોઍ સમય અને સંજોગો પારખીને માસ્ક બનાવવાનું શરૂ કર્યું. હાલમાં મહિલાઓ માસ્ક બનાવવાની કામગીરી કરે છે. આ આપતિના સમયમાં અમારા સખીમંડળની બહેનો દ્વારા ૧૫૦ માસ્ક હળપતિ ફળીયામાં મફતમાં વિતરણ કરવામાં આવ્યા છે. હવે અમે આશા બહેનોને માસ્ક આપવાનું આયોજન કર્યુ છે. સખીમંડળની બહેનો પોતાના ઘરેથી જ આ કામગીરી કરી રહી છે. સખી મંડળની બહેનો દ્વારા હાલમાં પ્રતિદિન ૩૦૦ માસ્કનું ઉત્પાદન કરવામાં આવી રહયું છે. ચીખલી તાલુકા પંચાયત દ્વારા તેમને ૧૦૦૦ માસ્ક બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેઓ રૂપિયા ૧૦ લેખે ઍક માસ્કનું વેચાણ કરે છે. પ્રગતિ સખી મંડળની મહિલાઓ પોતાના જ ઘરે, સિલાઇ મશીન વડે માસ્ક બનાવવાની કામગીરી ઝડપથી કરી રહયાં છે. આ મહિલાઓઍ કોરોના વાયરસ નામની આપત્તિને અવસરમાં પલટાવી નાખી છે અને તેઓ આર્થિક ઉપાર્જનની સાથોસાથ પોતાનુ સામાજીક દાયિત્વ પણ નિભાવી રહયાં છે.(આલેખનઃ- રાજકુમાર જેઠવા, સહાયક માહિતી નિયામક,નવસારી)
તાપીમિત્ર ન્યુઝ,તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો.સાવચેત રહો - સતર્ક રહો - સુરક્ષિત રહો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application