Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા તાલુકાનો કેલીયા ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા 23 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા

  • July 30, 2024 

વલસાડ જીલ્લામાં મેઘરાજાએ બે દિવસના વિરામ બાદ ફરી બેટીંગ શરૂ કરતા સોમવારે સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધીમાં જ નોંધપાત્ર વરસાદ પડયો હતો. કપરાડામાં 4.5 ઈંચ, વાપીમાં 3.5 ઈંચ સહિત સર્વત્ર વરસાદ પડયો હતો. સંઘપ્રદેશમાં ગત 33 કલાકમાં દમણમાં 2 ઈંચ અને દા.ન.હવેલીમાં 4 ઈંચ વરસાદ પડયો હતો. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના લીધે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની જીવાદોરી સમાન કેલીયા ડેમ સોમવારે ઓવરફલો થયો હતો. જેથી નીચાણવાળા 23 ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે જુજ ડેમ 90 ટકા ભરાતા 25 ગામોને એલર્ટ કરાયા છે. જોકે, ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે. વાંસદા તાલુકાની જીવાદોરી સમાન જુજ અને કેલીયા ડેમ પૈકી સોમવારે સવારે 9 કલાકે કેલીયા ડેમ તેની 113.40 મીટરની સપાટી પરથી 0.05 મીટરથી ઓવરફલો થયો હતો.


જયારે તાલુકાના બીજા જુજ ડેમમાં ઓવરફલોની સપાટી 197.50 મીટરની છે. સોમવારે સાંજે 4 કલાકે પાણીની સપાટી 194.40મીટર પર પહોંચતા ડેમ ભરાવામાં માત્ર 1.10 મીટર બાકી છે. આમ જુજ ડેમ 90 ટકા અમરાયો છે. વાંસદા તાલુકાનો કેલીયા ડેમ ઓવરફલો થતા નીચાણવાળા 23 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં વાંસદાના કેલીયા, ચીખલી તાલુકાનાં માંડવો, કાકડવેલ, વેલણપુર, ગોડથલ, કણભાઈ, સિયાદા, પોલાર, કલીયારી, આમધરા, મોગરાવાડી, પીપલગભાણ, સોલરા, મલિયાધારા, વેજ, તેજલાવ, બલવાડા અને ખેરગામ તાલુકાના વાડ જ્યારે ગણદેવી તાલુકાના ઉંડાચ, ગોયંદી, ખાપરવાડા, દેસરા અને વાથરેચનો સમાવેશ થયા છે. તો જૂજ ડેમ પણ 90 ટકા ભરાતા નીચાણવાળા ૨૫ ગામોને એલર્ટ કરાયા છે.


જેમાં વાંસદાના જુજ, ખડકીયા, નવાનગર, વાંસીયા તળાવ, વાંસદા, રાણીફળીયા, નાની વાલઝાર, મોટી વાલઝાર, સિંગાડ, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર જયારે ચીખલી તાલુકાના દોણજા, હરણ ગામ, ચીખલી, ખૂંષ, ઘેટકી, વંકાલ (વ.ફળીયા) અને ગણદેવી તાલુકાના ઊંડાચ, લુહાર ફળીયા, વાણીયા ફળીયા, ગોયદી, ખાપરવાડા અને દેસરાનો સમાવેશ થાય છે. વલસાડ જીલ્લામાં બે દિવસના વિરામ બાદ સોમવારે સાંજે 4.00 વાગ્યા સુધીમાં જીલ્લામાં સરેરાશ 2 ઈંચ વરસાદ પડયો હતો. સોમવારે સવારથી સાંજ સુધીમાં જ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. રાત્રે ખાસ વરસાદ વરસ્યો ન હતો. જીલ્લામાં સૌથી વધુ કપરાડમાં 4.5 ઈચ અને વાપીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બપોરે 12 થી 2 વાગ્યા સુધીના બે કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી પાણી થઈ ગયું હતુ.


વાપીના ગીતાનગરના માર્ગ પાણીના નિકાલના અભાવે તળાવમાં રૂપાંતરિત થયો હતો. અને વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી. આ ઉપરાંત ધરમપુર અને ઉમરગામમાં 2-2 ઈંચ, પારડીમાં 1 ઈંચ અને વલસાડમાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જીલ્લાના મધુબન ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં સોમવારે 19989 કયુસેક પાણીની આવક થતાં ડેમના 10 પૈકી 2 દરવાજા O. Fo મીટર સુધી ખુલ્લા મુકી નદી મારફતે 5955 કયુસેક પાણ છોડાયું હતું. સાંજે ડેમની સપાટી 7205 મીટર નોંધાઈ હતી. ડેમની ભયજનક સપાટી 82મીટર છે. પડોશી સંઘપ્રદેશમાં સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં દમણમાં 2 ઈંચ અને દા.ન.હવેલીમાં 4 ઈંચ વરસાદ પડયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application