Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કર્ણાટક:યેદિયુરપ્પાએ ભાવુક ભાષણ બાદ આપ્યુ રાજીનામું..

  • May 19, 2018 

બેંગ્લોર:કર્ણાટકનાં નવા મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાને રાજ્ય વિધાનસભામાં બહુમતી સાબિત કરી શક્યા નહોતા.જો કે તેઓએ રાજીનામું આપતા પહેલા ભાવુક ભાષણ આપ્યું હતું.1996માં વાજપેયી સરકાર દ્વારા પણ આ જ પ્રકારે ભાષણ બાદ રાજીનામું આપવામાં આવ્યું હતું.યેદિયુરપ્પાએ રાજીનામું આપતા પહેલા ભાવુક ભાષણ આપીને એક પ્રકારે કર્ણાટકનાં લોકોમાં વિશ્વાસ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે.જો કે આ સાથે સાથે તેમણે કર્ણાટકની દુખતી નસ લિંગાયતને પણ દબાવી હતી.તેમણે કહ્યું કે,હું લોકોનાં ઘરે ઘરે જઇને કહીશ કે કઇ રીતે કોંગ્રેસ અને જેડીએસએ એક લિંગાયતને મુખ્યમંત્રી બનાવતા અટકાવ્યો. -કર્ણાટકનાં નવા મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાને રાજ્યવિધાનસભામાં બહુમતી સાબિત કરતા પહેલા ભાવુક ભાષણ આપ્યું હતું.યેદિયુરપ્પાએ કહ્યું કે,મારી પાસે પુરતુ સંખ્યા બળ નથી. -ચૂંટણી ક્યારે આવશે તે હું નથી જાણતો પાંચ વર્ષ પછી પણ આવી શકે છે અને તેની પહેલા પણ, હું રાજ્યનાં દરેક વિસ્તારમાં જઇશ અને ત્યાં મારી પરિસ્થિતી અંગે જણાવીશ -તમામ લોકોએ ખુશી સાથે જીવન જીવવું જોઇએ,અમારા રાજ્યનાં લોકોની સમસ્યાઓને ઓળખવા માટે મે લોકો સાથે વાતચીત કરી. - મે ખેડૂતોનુ દેવું માફ કરવા અંગે વિચાર્યું હતું,ડોઢ લાખ ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા અપાવવા અંગે પણ વિચાર્યું હતુ. - આટલા વર્ષો બાદ પણ અમે ખેડૂતો અને ગરીબોનું પેટ નથી ભરી શક્યા. - યેદિયુરપ્પાએ કર્ણાટકનાં 6 કરોડ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. - જ્યાં સુધી હું જીવીત છું ખેડૂોત માટે કામ કરતો રહીશ.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application