Tapimitra News-સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લઇ રહી છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ ઍટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની ઍ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે.આજે વિશ્વ મહામારીથી બચવા સરકારને દેશના નાગરિકો પણ સહકાર આપી રહયાં છે. કોઇ આર્થિક રીતે, કોઇ ચીજ વસ્તુઓ આપીને, કોઇ જાગૃતિ સહિત દેશનો નાનામાં નાનો માણસ આજે કોઇને કોઇ રીતે આ આફત સામે સેવા કરી રહયા છે.
કોરોનાની વૈશ્વિક મહામારી સામે આજે ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને સાથે રહીને ઍક થઈને લડત આપી રહયા છે.કોરોનાને માત કરવા આજે દેશના ડોકટરો યોધ્ધા બનીને દિવસ રાત જોયા વિના પોતાની ફરજો બજાવી રહયાં છે.કોરોનાની સારવારમાં હાલ સૌથી વધુ જરૂર પર્સનલ પ્રોટેકશન ઈકવીપમેન્ટ ( પીપીઈ ) કિટ ની પડે છે. કોરોના ગ્રસ્ત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવતા ડોક્ટર અને નર્સને પણ સ્વરક્ષણ માટે પર્સનલ પ્રોટેકશન ઈકવીપમેન્ટ ખુબજ જરૂરિયાત ઉભી થઇ છે.કોરોના ગ્રસ્ત વ્યક્તિઓની સારવાર દરમિયાન ઍમના સીધા સંપર્કમાં આવતા ડોક્ટર અને નર્સને પણ સ્વાસ્થ્ય અને સ્વરક્ષણ માટે પર્સનલ પ્રોટેકશન ઈકવીપમેન્ટ ખુબજ અગત્યનું છે.પર્સનલ પ્રોટેકશન ઈકવીપમેન્ટની ખુબજ જરૂરિયાતને પુરી કરવા નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના પ્રશાંતભાઇ ટેલરે આ બીડું ઝડપની કોરોનાને માત આપવામાં મોટો ભાગ ભજવી રહયા છે.
પ્રશાંતભાઇઍ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ તેમજ વિવિધ જગ્યાઍથી પીપીઇ શુટ બનાવવાના ઓર્ડર મળી રહયાં છે. હાલ કુલ ૪૦ હજાર શુટ બનાવવાના ઓર્ડર છે. આ ઓર્ડર ઝડપી પૂર્ણ કરવા યુધ્ધના ધોરણે કામગીરી કરી રહયાં છે. અત્યારે ૧૫ થી ૧૭ કારીગરો કામ કરી રહયા છે. જેમાં ભાઇઓ અને બહેનો શીપ પ્રમાણે કામ કરે છે. દરરોજના ૨૫૦ જેટલા પીપીઇ શુટ તૈયાર થઇ રહયાં છે. આ પીપીઇ શુટ સિંગલ લેયર છે. જેમાં હાથનો પંજો, આંખ અને પગ સિવાયની આખી બોડી કવર કરે છે.વધુમાં તેમણે કહયું હતું કે, આજે કોરોનારૂપી મહામારીથી બચાવવામાં ડોકટર અને મેડીકલ સ્ટાફ કામ કરી રહયા છે ત્યારે અમે પીપીઇશુટ રાહતભાવે વેચાણ કરી રહયાં છે જેમાં નહિ નફો નહિ નુકશાનના ધોરણે વિતરણ કરીને અમે પણ રાષ્ટ્ર પ્રત્યેની અમારૂ ઋણ અદા કરીને દેશ અને દુનિયામાંથી આ કોરોના મહામારીમાંથી મુકત બને ઍજ પ્રભુને પ્રાર્થના કરીઍ છીઍ.
(આલેખન- રાજકુમાર જેઠવા,સહાયક માહિતી નિયામક,નવસારી)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application