તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:એક તરફ બાળ મજૂરી વિરુદ્ધ કાયદો બન્યો છે ત્યારે આવા નાના નાના ટાબરિયાઓ કચરા માંથી ભંગાર વીણી પેટિયું રડતા જોવા મળે છે એ આપણા દેશ ની કમનસીબી ની બોલતી તસવીર છે. નર્મદા જિલ્લા્ના રાજપીપળા સહીત ના ઘણા ગામોમાં નાના બાળકો પોતાના પરિવારની આર્થિક સ્તિથીને પોહચી વળવા પોતાનું બાળપણ દાવ પર લગાવી અભ્યાસ કે રમવા કુદવાનો ત્યા્ગ કરી પોતાનું અને પરિવારના પેટનો ખાડો પુરવા મથામણ કરતા જોવા મળે છે ત્યારે રાજ્ય માં કે કેન્દ્ર માં ગમે તે સરકાર સત્તા પર હોય પરંતુ આવા બાળકોનું ભવિષ્ય અંધકારમય જ જોવા મળતું હોય છે આમ તો બાળ મજૂરી કરવી કે કરાવવી એ ગુનો બને છે માટે કોઈ લારી ગલ્લા,દુકાન અને હોટેલ વાળા,વેપારીઓ કાયદાના ડરે નાના બાળકો ને કામ પર લેતા નથી માટે આવા બાળકો સ્વબળે પોતાના સ્વમાન ની ચિંતા છોડી આમ કચરો વીણવા કે ભંગાર વીણવા જેવા અનેક કામો કરી પરિવારને મદદરૂપ થાય છે અને જ્યાં જ્યાં આવા દ્રશ્યો જોવા મળે છે ત્યાં ત્યાં આપણા દેશ ની આ કમનસીબી ના દર્શન થાય છે.
વિદેશી નીતિ અપનાવવા ની વાતો કરી રહેલી સરકાર ઓનલાઇન સહીત ની અનેક પદ્ધતિ નો અમલ કરવા તત્પર છે પરંતુ વિદેશોમાં નાના બાળકો આવા કામ કરતા કદાચ એમને જોવા નહિ મળ્યા હોય ત્યારે વિદેશી નીતિ અમલ કરતા પેહલા આવા લાચાર બાળકોનું બાળપણ ન છીનવાય એ દિશા માં પ્રયાસ જરૂરી જણાય છે...રાજપીપળા એસટીડેપો પાસે પોતાના વડીલ સાથે કચરા માંથી ભંગાર એકઠું કરવા મદદરૂપ થતા ત્રણ નાના ભૂલકાઓ તસ્વીરમાં કેદ થઇ ગયા હતા જે એમની કમનસીબીની બોલતી તસ્વીરના દર્શન કરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application