Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા:કેનાલ માં પાણી ના છોડતા ખેડૂતો ખેતી છોડવા મજબુર બન્યા 

  • May 18, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરજણ ડેમમાં હાલ ભલે પાણી છલોછલ હોય પણ લાછરસ, ભદામ થી ધાનપોર પોઇચા પટ્ટીની 600 એકર જમીનો માટે શોભાના ગાંઠિયા સમાન બન્યો છે,કેમકે આ ધનપોર ડિસ્ટ્રી કેનાલ નું નેટવર્ક તૂટી જતા નેટવર્ક બનાવવા કોઈ તૈયાર નથી અને ત્રણ વર્ષથી વારંવાર રજૂઆતો છતાં કોઈ સાંભળવા તૈયાર નથી જેથી ખેડૂતો ધીરે ધીરે ખેતીનો વ્યવસાય છોડી રહયા છે જેથી ખેડૂતોની માંગ ઉઠી છેકે આ કેનાલ ને પુનઃ ચાલુ કરો કેનાલમાં પાણી છોડો એટલે ખેડૂતોને લાભ થાય એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

આ બાબતે ભદામ ગામના ખેડૂત અને જિલ્લા ભાજપા ઉપ પ્રમુખ અશોક પટેલે જણાવ્યું છેકે કરજણ ડેમમાં હાલ પાણી ગમે તેટલું હોય પણ જેનો લાભ તાલુકાના લોકોને ના મળે તેનો અર્થ,ધનપોર ડિસ્ટ્રી મુખ્ય કરજણ કેનાલ ના કમાન્ડ એરિયા માં 600 એકર થી વધુ જમીનો પિયાત આવેલી છે વર્ષો પહેલા સારીરીતે ખેતી કરતા હતા.પણ છેલ્લા અઢી ત્રણ વર્ષ થી કેનાલો જર્જરિત બનતા પાણી કરાંઠા થી આગળ આવતું નથી તો આ કેનાલો રીપેર થાય અને ખેડૂતોને પાણી મળે જેવી  ફરિયાદ વિડીયો કૉન્ફ્રંરન્સ માં ખડૂતોએ કરી હતી,છતાં કોઈ જોવા તૈયાર નથી.(ફાઇલ તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application