Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના સૈનિક એટલે જ ગામની આશાવર્કર બહેનો.

  • April 11, 2020 

Tapimitra News-કોરોના વાઇરસની  વૈશ્વિક મહામારી થી આખી દુનિયા હાલ ભયના ઓથાર હેઠળ આવી ગઇ છે. સમગ્ર વિશ્વના દેશો આજે લોકડાઉન અમલી બનાવી આ કોરોના વાઇરસ ના સંક્રમણને અટકાવવા તમામ પગલા લઇ રહયા છે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. તમામ રાજ્યોમાં મોટા ભાગે ગ્રામ્ય જીવન જોવા મળે છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા ડોકટરોથી લઇને અનેક તજજ્ઞો પોતાના મંતવ્યો રજુ કરી કોરોના વાઇરસની મહામારીને નાથવા ઉપાયો બતાવી રહયા છે ત્યારે આપણાં ગુજરાત રાજ્યમાં પણ મોટા ભાગે ગ્રામ્ય જીવન જીવતા લોકો સુધી પહોંચી કોરોના વાઇરસની ગંભીરતા ધ્યાને લઇ સરકારશ્રી દ્વારા ઉમદા પગલા લેવાઇ રહયા છે. હાલમાં કોરોના સૈનિકની ખાસ ભૂમિકા અદા કરતી આશાવર્કર બહેનો વિશે થોડુ જાણીએ. કોઇપણ ગામમાં સારૂ ભણેલી ગામની વહુ તરીકે આવેલી દિકરીને ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને આશાવર્કર તરીકેની પસંદગી કરવામાં  આવે છે. આ આશાવર્કર બહેનો વિશેની જાણકારી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવે છે. આરોગ્ય વિભાગ આશાબહેનો મારફત તમામ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. ગામની જ વ્યક્તિ હોવાથી તમામ ગ્રામજનોને સારી રીતે ઓળખે છે. તદુપરાંત સ્થાનિક વ્યક્તિ હોવાથી લોકબોલી દ્વારા જનસંપર્ક મજબૂત બનાવી સરકારશ્રીની આરોગ્યલક્ષી તમામ યોજના લોકો સુધી પહોંચાડવાનું ભગિરથ કાર્ય આ આશાબહેનો શ્રેષ્ઠ રીતે નિભાવે છે. રસીકરણની કામગીરી હોય,માતા-બાળકોની યોજનાની વાતો હોય કે શાળા-આરોગ્યની ચકાસણી હોય, આરોગ્યલક્ષી સેવાઓમાં પાયાની ભૂમિકા આ આશાવર્કર બહેનો બજાવે છે.હાલમાં જ કોરોના વાઇરસની મહામારી વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે ત્યારે તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આ મહામારી વિશેની જાણકારી છેવાડે આવેલ ગામડાઓના લોકોને મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર ભારે જહેમત ઉઠાવી રહયું છે. આશાવર્કર બહેનોને સૌપ્રથમ કોરોના વાઇરસની જાણકારી સાથે શું શું તકેદારી રાખવી તેની સમજ આપી આ માહિતીઓ અંતરિયાળ વિસ્તારમાં વસતા તમામ લોકોને આપે છે. પૂર્વપટ્ટી વિસ્તાર એવા સુબીર તાલુકાના ખૂબ જ અંતરિયાળ સાવરદા ગામના આશાવર્કર વનિતાબેન હાડગુભાઇ પવાર પી.એચ.સી.ગારખડી સાથે સંકળાયેલા છે. અહીંથી રોજગારી અર્થે સુગરફેકટરી તેમજ દ્રાક્ષ ની વાડીઓમાં રોજગારી અર્થે ગયેલા મજૂરો કોરોના વાઇરસને કારણે કામધંધો બંધ થતા પોતાના વતન પરત ફર્યા હતા. આ લોકોને કોરોના વાઇરસ અંગેની કોઇપણ પ્રકારની જાણકારી હતી નહીં જેથી આ લોકોની સુરક્ષા માટે તમામ જાણકારી આપવી ખૂબ જરૂરી હતી. આવા લોકોને વારંવાર સાબુ લઇ હાથ ધોવા,માસ્ક પહેરવા,એક-બીજા વ્યક્તિઓ વચ્ચે અંતર રાખવાની  સલાહ આપી લોકો તંદુરસ્ત રહે તેવા પ્રયાસો અમે કરીએ છીએ. વધુમાં શરદી-ખાંસી-તાવના લક્ષણો વાળા દર્દીને શોધી આરોગ્ય વિભાગને જાણ કરી શંકાસ્પદ લોકોને અલગ તારવી જનરલ હોસ્પિટલ,આહવા મોકલવાની તજવીજ હાથ ધરાય છે. આરોગ્ય વિભાગ દ્વારા અંદાજીત રૂા.૧૦૦૦/- માનદ્‍ વેતન અપાય છે. તથા રાષ્ટ્રિય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત નિયમાનુસાર પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. જે ઈન્સેન્ટીવ તરીકે ઓળખાય છે. આમ છેવાડાના લોકો સુધી પહોંચનાર કોરોના સૈનિક આશાવર્કર બહેનોની કામગીરીને બિરદાવીએ તો એમના ઉત્સાહમાં વધારો થશે. high light-આપના વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર રેગ્યુલર ન્યુઝ મેળવવા માટે 78200-92500 નંબર પર આપનું અને આપનાં ગામનું નામ લખી મોકલાવો..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application