તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ-ઉકાઈ માર્ગ પર ત્રિપલ સવારી મોટર સાયકલને નડેલા અકસ્માતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ ત્રણ ઈસમો પૈકી એક ૩૨ વર્ષીય ઇસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે સુકાભાઈએ ફરિયાદ કરી હતી.
મળતી માહિતી અનુસાર તા.૧૬મી મે નારોજ રાત્રે આશરે ૧૧:૧૫ કલાકે,સોનગઢ-ઉકાઈ પર આવતું પંચવટી ફળિયા પાસે મોટર સાયકલ નંબર જીજે-૧૯-એલ-૬૧૧૧ને પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પંચવટી હનુમાન મંદિર પાસે ખોદેલા ખાડા પાસે મોટર સાયકલના સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત નડ્યો હતો.મોટર સાયકલ પર સવાર શૈલેષભાઈ,મીતેશભાઇ અને ધર્મેશભાઈ ને ગંભીર ઈજાઓ પહોચતા ઈમરજન્સી સેવા ૧૦૮ની મદદથી સોનગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જેમાં બાઈક પાછળ બેસેલ શૈલેષભાઈ સુકાભાઈ પાનપાટીલ(ઉ.વ.૩૨)રહે,કાંટોલ ફળિયું,વાગદા-સોનગઢને માથામાં ગંભીર ઈજા પહોંચતા વ્યારા ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોટર સાયકલ ચાલક મીતેશભાઇ વિષ્ણુભાઈ ઉદમલ રહે,કાંટોલ ફળિયું,વાગદા-સોનગઢ વિરૂધ્ધ સુકાભાઈ દગાભાઈ પાટીલ નાઓએ ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે સોનગઢ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આગળની વધુ તપાસ પોકો વિપુલભાઇ હરગોવિંદભાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application