Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના બ્રાહ્મણ ફળિયામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:ચાર લબરમૂછિયાઓ એ ઘડ્યો હતો ચોરી કરવાનો પ્લાન

  • May 17, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના બ્રાહ્મણ ફળીયામાં આવેલ એક મકાનના દરવાજાનું લોક તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટનું પણ લોક તોડી કબાટમાં મુકેલ એટીએમ ચોરી કરી જુદીજુદી બેંકના એટીએમ માંથી રૂ.૫૫૪૬૦/- રોકડ રકમ ઉપાડનાર ચાર લબરમૂછિયા ઓને પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સોનગઢ નગરમાં આવેલ બ્રાહ્મણ ફળીયામાં રહેતા મનહરભાઈ હરીશભાઈ ગામીત મૂળ રહે,દાદરી ફળિયું-જામખડી,સોનગઢનાઓએ સોનગઢ પોલીસ મથકે કરેલી ફરિયાદ મુજબ તા.૧૦મે ૨૦૧૮ નારોજ,કોઈ અજાણ્યો ચોર ઇસમ ઘરના દરવાજાના લોક કોઈ સાધન વડે લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મુકેલ કબાટનું લોક તોડી,કબાટમાં મુકેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ કાર્ડ કે જેનો ગુપ્ત નંબર કાર્ડના કવરની અંદરના ભાગે લખેલ હતો.તેની ચોરી કરી લઇ જઈ બેંક ઓફ બરોડા અને એકસિસ બેંકના એટીએમ માંથી રૂ.૫૫૪૫૦/- રોકડ રકમ ઉપાડી લઈ ચોરી કરી હતી.બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી.જેના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરતા થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને આજરોજ સફળતા મળી છે.જેમાં એક ૧૬ વર્ષીય કિશોર સહિત ચાર જણાની ધરપકડ કરવામાં આવી છે.

high light :ચાર લબરમૂછિયાઓ એ ઘડ્યો હતો ચોરી કરવાનો પ્લાન..

(૧) અમરકુમાર સંજયભાઈ કેદાર રહે,જમાદાર ફળિયું-સોનગઢ

(૨) પ્રતિકભાઈ કમલેશભાઈ ગામીત રહે,ગાલખડી,ડુંગરીફળિયું-સોનગઢ

(૩) જીતેશભાઇ રીનેશભાઈ ગામીત રહે,આમલીપાડા,સરપંચ ફળિયું-સોનગઢ

(૪) ૧૬ વર્ષીય કિશોર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application