Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લાની સિવિલ હોસ્પિટલ/યશફીન હોસ્પિટલ કોવિડ-૧૯ ૧૦૦ પથારીની સુવિધા:વાંસદાની ઉદિત હોસ્પિટલ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે જાહેર કરાઇ

  • April 09, 2020 

Tapimitra News-કોરોના કહેરને ધ્યાનમાં લઈને ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગે ઍક માર્ગદર્શિકા જાહેર કરી છે જેના અંતર્ગત ગુજરાત મહામારી રોગ કોવિડ-૧૯ રેગ્યુલેશન, ૨૦૨૦ ના ભયંકર રોગ કાયદા,૧૮૯૭ અંતર્ગત કોવિડ-૧૯ ને  સંક્રમિત રોગચાળો ફેલાતો રોગ જાહેર કરવામાં આવ્યો છે અને રોગ અટકાયત અંતર્ગત પુરજોશથી સુરક્ષિત અને સલામતીના પગલાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માર્ગદર્શન અંતર્ગત ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કોવિડ ૧૯ ફેલાવાને અટકાવવા માટે આપેલ માર્ગદર્શનને અવશ્યપણે પાલન કરવાનું નિર્દેશ આપવામાં આવેલ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાઈરસને ભયંકર મહામારી રોગ જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી ભારત સરકાર દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર જાળવી રાખવા સતત યોગ્ય પગલાં લેવમાં આવે છે.ગુજરાત મહામારી રોગ, કોવિડ રેગ્યુલેશન અંતર્ગત વ્યક્તિ કે જેને કોઈ કોવિડ ૧૯ના લક્ષણો જણાય તો તેમને તત્કાળ ધોરણે રાજ્યના હેલ્થ સેન્ટરમાં ઍડમિટ થવાનુ જણાવવામાં આવેલ છે. રાજ્યની સુખાકારીને ધ્યાનમાં લઈને નવસારી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ,યશફીન હોસ્પિટલ અને વાંસદાની ઉદિત હોસ્પિટલને કોવિડ-૧૯ સમર્પિત હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application