Tapimitra News-નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નવસારી કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે કોવીડ હોસ્પિટલ મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં દરમિયાન યશફીન હોસ્પિટલ ખાતે ૧૦૦ બેડની આઇસોલેશન હોસ્પિટલ અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, જનરલ બેડની સુવિધા અને આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. દર્દીઓને સારી સગવડતા મળી રહે તે માટે વેન્ટીલેટર, ઍક્ષ-રે, ઍમ્બ્યુલન્સ, જમવાની સુવિધા તથા રાઉન્ડ ધી ક્લોક તબીબી સેવાઓ ઉપલબ્ધ થાય તે રીતે મેડીકલ ઓફિસરશ્રી, ફીઝીશીયન, ઍનેસ્થેટીસ્ટ, માઇક્રો બાયોલોજીસ્ટ, નાક, કાન, ગળાના નિષ્ણાંત, પેરામેડીકલ સ્ટાફ ઉપલબ્ધ છે.આ હોસ્પિટલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની સુચના મુજબ અને જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500