Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લેતા જિલ્લા કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલ

  • April 09, 2020 

Tapimitra News-જિલ્લા કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલે ૧૦૦ બેડની કોવિડ-૧૯ માટે તૈયાર થયેલી નવસારી સિવિલ હોસ્પિટલ તથા યશફીન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કલેકટરશ્રીની સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકે હોસ્પિટલ ખાતેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.આ તકે કલેકટરશ્રીઍ જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં ઍક પણ  કોરોના પોઝિટિવ કેસ આવ્યા નથી તથા જેટલા સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે તેના રિપોર્ટ નેગેટિવ આવેલ છે. હોસ્પિટલ ખાતે ખૂબ સારી વ્યવસ્થા ગોઠવાઇ છે. લોકો આ રોગથી ગભરાય નહીં. સારવાર, દવાથી આ રોગ સામે લડત કરી શકાય છે પરંતુ સાથે જ આ રોગ લાગુ ના પડે તે માટે સાવચેત રહેવા અપીલ કરતા કહ્યું હતું કે લોકો ઘરમાં રહે સુરક્ષિત રહે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application