Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બી.એ.પી.એસ. સંસ્થા તથા જ્ઞાનસેવા વિઘા સંકુલ રંભાસ દ્વારા  ૧૦ ગામોના લોકોને અનાજની કીટનું વિતરણ.

  • April 09, 2020 

Tapimitra News-કોરોના વાઇરસને પગલે સમગ્ર દેશભરમાં અમલી બનાવવામાં આવેલ લોકડાઉનના કારણે ગામડાઓના ગરીબ,મજૂરવર્ગ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજ વિના ન રહે તે માટે સરકારશ્રી દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી છે અને જરૂરી વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે. પરંતુ સરકારશ્રીની સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને વ્યક્તિગત લોકો પણ ગરીબ લોકોની વ્હારે આવ્યા છે. ત્યારે બી.એ.પી.એસ. સંસ્થા અને જ્ઞાનસેવા વિઘા સંકુલ રંભાસ દ્વારા તા.૬/૪/૨૦૨૦ ના રોજ ડાંગ જિલ્લાના ૧૦ જેટલા ગામોના લોકોને  અનાજકીટનું વિતરણ કરી આ સેવાયજ્ઞમા સંસ્થાએ પોતાનું યોગદાન આપી ફરજ અદા કરી હતી.આ સંસ્થાનું સંચાલન કરતા મંગલનયન સ્વામીએ જણાવ્યું હતું કે,બરડપાણી,રાનપાડા,ભાપખલ,મુરમ્બી,ગુંદવહળ,કુમારબંધ,ધાંગડી,નાનાપાડા,બાજ અને રાજેન્દ્રપુર ગામોમાં જરૂરિયાતમંદ લોકોને અનાજકીટ વિતરણ કરવામાં આવી હતી.આ અનાજકીટમાં ચોખા ૪ કિ.ગ્રા.,ધઉંનો લોટ ૨ કિ.ગ્રા.,તુવરદાળ 1 કિ.ગ્રા.,બટાકા૧.૫ કિ.ગ્રા.,તેલ ૫૦૦ ગ્રામ,કઠોળ ૫૦૦ ગ્રામ, અને પૌંઆ ૫૦૦ ગ્રામ આપવામાં આવ્યા હતા. અનાજવાંચ્છુ તમામ લોકોએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને કોરોના વાઇરસ પ્રત્યે રાખવાની સાવધાનીનું પાલન કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application