Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના વાઇરસ સંક્રમણને અટકાવવા ડાંગ પ્રશાસન દ્વારા સેનીટાઈઝેશન.

  • April 09, 2020 

Tapimitra News-વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને નાથવા સૌએ એકજૂટ થઇને કામ કરવુ પડશે. આપણાં ભારત દેશ સહિત હાલમાં વિશ્વના અનેક દેશો કોરોનાને અટકાવવા અનેકવિધ પગલાઓ લઇ રહયા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની સાથે સાથે આરોગ્ય વિષયક ધનિષ્ટ પગલાઓ લેવાઇ રહયા છે.ડાંગ જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર માઈક્રો પ્લાનિંગથી આગળ વધી રહયું છે. સૌપ્રથમ મહારાષ્ટ્ર રાજ્યને જોડતી બોર્ડરો સીલ કરી નાના-મોટા ૧૧ જેટલા નાકાઓ ઉપર ચાંપતો બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. ત્યારબાદ શેરડી અને દ્રાક્ષની વાડીઓમાં રોજગારી અર્થે ગયેલ તમામ મજૂરો પગપાળા તથા અન્ય વાહનોમાં આવી જતા માટે સ્થાનિક કક્ષાએથી મદદ મેળવી તમામ લોકોના આરોગ્યની ચકાસણી કરી તેઓના ગામ પહોંચાડયા હતા.કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા સ્વચ્છતા અભિયાન પણ ખૂબ જ અગત્યનું હોઇ તમામ ગ્રામ પંચાયતોને સ્વચ્છ બનાવી સેનીટાઈઝેશન પૂર્ણ કરવા કલેકટરશ્રી ડામોર દ્વારા અનુરોધ કરાયો હતો. નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર,ડિઝાસ્ટર મામલતદારશ્રી જયેશભાઇ પટેલ,માજી ધારાસભ્યશ્રી મંગળભાઇ ગાવિત,  ઉપસંરપંચશ્રી હરીરામભાઇ સાવંત તથા સ્થાનિક યુવક મંડળના યુવાનોની મદદથી વધઇ અને આહવાનગરમાં તમામ કચેરીઓ અને સ્લમવિસ્તારમાં રહેતા લોકોની સ્વચ્છતા જળવાય તે હેતુથી બીજા તબક્કાની સેનીટાઈઝની કામગીરી આજરોજ શરૂ કરવામાં આવી હતી.ડિઝાસ્ટર મામલતદારશ્રી જયેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આહવા અને સાપુતારાના બે મીની ફાયર ફાઇટરની મદદથી સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ બંને વાહનો સાથે આપદામિત્ર યુવાનો દવાઓનો છંટકાવ કરી રહયા છે. આજરોજ કલેકટર કચેરી, જનરલ સિવિલ હોસ્પિટલ,આહવાની સરકારી કચેરીઓ અને આંબાપાડા વિસ્તાર,રાણી ફળિયા તથા વધઇ નગરને સેનીટાઈઝ કરાયું હતું.જિલ્લામાં કુલ-૩૪ જેટલા આપદામિત્રોને ડિઝાસ્ટર શાખા દ્વારા આપાતકાલિન સેવાઓ માટે યોગ્ય તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે.આમ ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. આહવા જનરલ હોસ્પિટલ ખાતે ૧૦ આઈસીયુ અને ૯૦ બેડ મળીને કુલ ૧૦૦ બેડનો આઈસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. તેમજ વાંસદા ખાતે પણ ૧૦૦ બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઇ રહયો છે. વધઇ,શામગહાન અને સુબીર ખાતે ૫ બેડ કવોરોન્ટાઇન વોર્ડ સજ્જ કરાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application