તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા માં ખાણ ખનીજ વિભાગ ની કચેરી હોવા છતાં આ કચેરીની ભૂમિકા શંકાસ્પદ જણાય છે.જેને કારણે ખનીજ માફિયા ની દાદાગીરી વધી ગઈ છે.અને બે રોક ટોક બોડેલીથી ઓવરલોડ રેતી ભરી સુરત લઇ જવાય છે.જોકે ઓવરલોડ હાઇવા પૂર ઝડપે દોડતા જોઈ નર્મદા RTO ની ટીમે સઘન ચેકીંગ હાથ ધરી ગત પુરી રાત ગરુડેશ્વર રાજપીપલા રોડ પર પેટ્રોલિંગ કર્યું.એટલું જ નહીં એક ટ્રકની નંબર પ્લેટ પર ઓઈલપેન્ટ કલર મારી ટ્રક ગેરકાયદેસર વહન કરતી ઝડપાઇ હતી.જેમાં રાત્રીના રોડ પર 100 જેટલા હાઇવાઓની લાઈનો પાડી દીધી જેમાં સ્ટાફ ના અભાવે કેટલીય હાઇવા ટ્રકો ટ્રકો લઈ ચાલકો નાસી છૂટ્યા હતા, જોકે ઓવરલોડ 8 જેટલી ટ્રકો પોલીસે ઝડપી પાડી જેમની સામે પગલાં ભરી દંડ ફટકાર્યો,જેમાં ARTO એમ.આર.ગજ્જર, I.M.V. વી જે ગોહિલ, A.I.M.V. એસ.કે.પટેલ, પ્રવીણસિંહ ગોહિલ સહીતની ટીમ હાજર રહીને આ સફળ અભિયાન હાથ ધર્યું હતું.
high light-માંથી ઓવરલોડ અને જોખમી વાહનો વધુ દોડતા હોય છે અને જે નજરમાં આવતા આ ચેકીંગ કર્યું હતું આગાઉ 5 અને હાલ 8 એમ કુલ મળી અત્યાર સુધીમાં 13 જેટલા વાહનો ને દંડ ફટકાર્યો તેમજ તેમની સામે કામગીરી શરૂ કરી છે.આ ચેકીંગ ચાલુ રહેશે આગામી દિવસોમાં પોલીસ પ્રોટેકશન સાથે કામ કરાશે અને કોઈને છોડવા માં નહિ આવે :એમ.આર.ગજ્જર( એઆરટીઓ-નર્મદા )
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application