Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:“લવ જેહાદ”ની અનૈતિક પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાની માંગ:દીકરીઓ પરત નહી આવે તો જલદ આંદોલનની ચીમકી

  • May 17, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:દેશભરમાં ચર્ચાની એરણે ચઢેલા કથિત લવ જેહાદ મુદ્દે જુદાજુદા હિન્દુત્વવાદી સંગઠનનો વિરોધ નોંધાવી રહ્યા છે.ત્યારે વ્યારા ખાતે હિન્દુ જાગરણ મંચ દ્વારા રેલી કાઢી હિન્દુ દીકરીઓનું લવ જેહાદ નામેથી થઇ રહેલ શોષણના વિરોધમાં ઉચ્ચકક્ષાએથી પગલા લેવા અંગે તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું.રેલીમાં હિન્દુ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.રેલી સ્થળેથી કલેકટર કચેરી સુધી પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના વ્યારા ખાતે ૧૭મી મે નારોજ હિન્દુ જાગરણ મંચ દ્વારા લવ જેહાદ મુદ્દે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.વ્યારા નગરમાં રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.ઘણા સમયથી ભારતમાં મુસ્લીમો દ્વારા એમની સંખ્યા વધારવા માટે યેનકેન પ્રકારે પ્રવૃત્તિ થઇ રહી છે,અને તેમાં પણ તાપી જિલ્લામાં મુસ્લીમો દ્વારા આવા પ્રકારની પ્રવૃત્તિઓ પણ વધી ગઈ છે.અને તેના માટે વાલોડ તાલુકો ખુબજ નામચીન છે.વાલોડની બહેનો મોટી સંખ્યામાં ભોગ બની રહી છે.આદિવાસી સમાજ ખુબજ મોટા પ્રમાણમાં ભોગ બની રહ્યો છે.ગત એક વર્ષમાં ડઝન(12)થી ઉપરની બહેનો આવા પ્રકારની પ્રવૃતિઓનો બનવો પડેલ અને તે પરત આવી શકી નથી કે તેમની કોઈ ભાળ મળી નથી.જે સમાજ માટે ખુબજ ગંભીર વિષય છે. વાલોડ તાલુકા ખાતે આવેલ ગોલીબારી ટેકરા ફળિયા,ઢોડીય સમાજની યુવાન દીકરી ભોગ બનેલ છે.અને તે માટે જરૂરી પગલાઓ સમય સુચકતા વાપરીને તંત્ર દાખવતે તો દીકરી પરત મળી શકી હોત,પરંતુ તંત્ર દ્વારા કોઇપણ મદદ કે સહકાર નથી મળ્યો,આવા પ્રકારની પ્રવૃતિઓ મુસ્લીમો દ્વારા કરવામાં આવતી હોય,દીકરીઓ પાસેથી ગેરકાયદેસર રીતે નિકાહ પણ પઢાવવામાં આવે છે,આમ જે આવા પ્રકારની પ્રવૃતિઓ ચાલી રહી છે.તે સામે તાત્કાલિક કાયદેસર પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી.અને જે જે ખોટી રીતે લોભ,લાલચ અને બ્લેકમેઈલીંગ થી દીકરીઓ ગઈ છે તે પરત આવવી જોઈએ અન્યથા જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.   high light-મુસ્લીમો દ્વારા એમની સંખ્યા વધારવા માટે યેનકેન પ્રકારે પ્રવૃત્તિ થઇ રહી છે,અને તેમાં પણ તાપી જિલ્લામાં મુસ્લીમો દ્વારા આવા પ્રકારની પ્રવૃત્તિઓ પણ વધી ગઈ છે.અને તેના માટે વાલોડ તાલુકો ખુબજ નામચીન છે.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application